યુએસમાં કોરોનાના કેસો 80 લાખે પહોંચ્યા બજેટમાં 3.1 લાખ કરોડ ડોલરની જંગી ખાધ

યુએસમાં કોરોનાના કેસો 80 લાખે પહોંચ્યા બજેટમાં 3.1 લાખ કરોડ ડોલરની જંગી ખાધ

ન્યુયોર્ક, તા. 17 ઓક્ટોબર, 2020, શનિવાર

જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના ડેટા અનુસાર યુએસમાં કોરોનાના કેસોની  સંખ્યા 80,50,140 થઇ છે સાથે સાથે કોરોના મહામારીની અર્થતંત્ર પર પડેલી નકારાત્મક અસરને કારણે સપ્ટેમ્બરમાં પુરાં થયેલા સરકારના નાણાંકીય વર્ષને અંતે બજેટમાં ખાધ વધીને 3.1 ટ્રિલિયન ડોલરની થઇ છે.

ઇકોનોમીના હિસ્સા તરીકે ખાધમાં 16 ટકાનો વધારો થયો છે. જે 1945 બાદ સૌથી વધારે છે. 2009ની નાણાંકીય કટોકટીને અંતે ખાધનો રેશિયો દસ ટકાની નજીક હતો જેને 2015 સુધી ધીરે ધીરે ઘટાડવામાં આવ્યો હતો. 

અમેરિકામાં ગુરૂવારે કોરોનાના 63,330 કેસો નોંધાયા હતા. સપ્ટેમ્બરની મધ્યથી દેશમાં કોરોનાના કેસોની સંખ્યા સતત વધી રહી છે. ગયા સપ્તાહની સરખામણીમાં આ સપ્તાહે સાત દિવસમાં સરેરાશ 9 ટકા કેસો વધ્યા છે.

જેના પગલે પ્રમુખપદની સામાન્ય ચૂટણી પૂર્વે કોરોનાના  કેસો વધવાની સંભાવના વધી છે. અમેરિકા  બાદ  સૌથી વધારે કોરોનાના કેસો બીજા  ક્રમે બ્રાઝિલમાં 52,00,300 કેસો, રશિયામાં 13,61,317 કેસો અને આર્જેન્ટિનમાં 9,65,609 કેસો નોંધાયા છે.

યુરોપમાં  જર્મનીના ચાન્લેસર એન્જેલા મર્કેલે તેમના અઠવાડિક પોડકાસ્ટમાં જર્મનોને  ફરી કોરોના સામે  સંયુક્ત મોરચો માંડવાની અપીલ કરતાં ચેતવણી  આપી હતી કે આપણે  આગામી  દિવસોમાં કેવુંવર્તન કરીએ  છીએ તેના પર આપણી ક્રિસમસનો, આપણા શિયાળાનો આધાર છે. આપણી સામે  હવે મુશ્કેલ મહિનાઓ આવી રહ્યા છે.

દરમિયાન સમગ્ર  યુરોપમાં  વિવિધ દેશોમાં નવા નિયંત્રણો લાગુ પાડવામાં આવી રહ્યા છે. ફ્રાન્સમાં પારિસ અને અન્ય આઠ મોટાં શહેરોમાં રેસ્ટોરાં, બાર અને સિનેમાગૃહોને રાત્ર ે નવ પછી બંધ કરવાની ફરજ પડાઇ છે. નવા નિયમોનું પાલન કરવા માટે 12,000 વધારાના પોલીસ કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા છે.

દરમિયાન બ્રિટનમાં ત્રિસ્તરીય પ્રાદેશિક અભિગમ ધરાવતી સિસ્ટમ કોરોનાનો સામનો કરવા માટે અમલમાં મૂકવામાં આવી છે. જેમાં પ્રથમથી ત્રણ તરફ જતાં નિયંત્રણો  અમલમાં  મૂકવામાં આવી છે. જેમા પ્રથમથી ત્રણ તરફ જતાં નિયંત્રણો વધારે કડક બને છે.

હાલ લંડન અને યોર્ક શહેરમાં બીજા સ્તરના નિયંત્રણો અમલમાં છે જ્યારે લિવરપુલ અને લેન્કેશાયરમાં ત્રીજા સ્તરના સૌથી કડક નિયંત્રણો લાદવામાં આવેલા છે. દરમિયાન ઇટાલીના લોમ્બાર્ડી પ્રાંતમાં એક જ દિવસમાં 2000 કરતાં વધારે કોરોનાના કેસો નોંધાવાને પગલે બાર સર્વિસ અને આલ્કોહોલના વેચાણને મર્યાદિત કરવામાં આવ્યું  છે.

હવે બાર સાંજે છ વાગ્યા સુધી  ખુલ્લા રહેશે. જાહેરમાં તમામ પ્રકારના આલ્કોહોલના સેવન પર બંધી મૂકવામાં આવી છે. આવી જ રીતે નવા નિયંત્રણો ઇટાલીના કેમ્પાનિયામાં પણ કોરોનાનો ચેપ ફરી મોટા પાયે પ્રસરવાને પગલે લાદવામાં આવ્યા છે. શાળાઓને પણ પખવાડિયા માટે બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here