યાત્રાધામ મથુરામાં બે સાધુઓના મોત, ચામાં ઝેર આપીને હત્યા કરાયાનો આરોપ

યાત્રાધામ મથુરામાં બે સાધુઓના મોત, ચામાં ઝેર આપીને હત્યા કરાયાનો આરોપ

મથુરા, તા.22 નવેમ્બર 2020, રવિવાર 

સુપ્રસિધ્ધ યાત્રાધામ મથુરામાં બે સાધુઓના શંકાસ્પદ હાલતમાં થયેલા મોત બાદ ખળભળાટ વ્યાપી ગયો છે.આ સાધુઓની ચામાં ઝેર આપીને હત્યા કરાઈ હોવાનો આરોપ મુકાઈ રહ્યો છે.

મળતી વિગતો પ્રમાણે મથુરાના ગોર્વધન વિસ્તારના ગિરિરાજ બાગ પાછળના એક આશ્રમમાં ત્રણ સાધુઓની અચાનક તબિયત લથડી હતી.જેમાંથી બેના મોત થયા હતા અને એકની હાલત હજી પણ ગંભીર છે.સાધુના ભાઈનો આરોપ છે કે તેમને ચામાં ઝેર આપવામાં આવ્યુ હતુ.કારણકે તેમની તબિયત ચા પીધા પછી જ બગડી હતી.મરનારા સાધુઓ છેલ્લા એક વર્ષથી આ આશ્રમમાં રહેતા હતા.

પોલીસના કહેવા પ્રમાણે એક સાધુની હાલત હજી પણ ગંભીર છે.શનિવારે સવારે 10 વાગ્યે આ ઘટના બની હતી.દરમિયાન મરનાર સાધુઓ પૈકીના એક ગોપાલ દાસના ભાઈનુ કહેવુ છે કે, સાધુઓની હત્યા ચામાં ઝેર આપીને કરવામાં આવી છે.દરમિયાન ફોરેન્સિક ટીમે આશ્રમમાંથી ખાદ્ય પદાર્થો તેમજ દૂધના નમૂના અને બીજી વસ્તુઓના પણ નમૂના એકઠા કર્યા છે.જેથી આરોપની તપાસ થઈ શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here