મોટી ભુજપુરમાં ઘરજમાઈ પતિના ત્રાસથી પત્નીએ આપઘાત કરી લીધો

મોટી ભુજપુરમાં ઘરજમાઈ પતિના ત્રાસથી પત્નીએ આપઘાત કરી લીધો

ભુજ, શનિવાર

મુંદ્રા તાલુકાના મોટી ભુજપુર ગામે ગત ગુરૃવારે ગળાફાંસો ખાઈને એક પરિણીત યુવતિએ આપઘાત કરી લીધો હોવાના પ્રકરણમાં ઘરજમાઈ અને કામ-ધંધો ન કરતા પતિના ત્રાસાથી કંટાળી તેણે આ પગલું ભર્યું હોવાનું બહાર આવતા પતિ સામે ગુનો દાખલ કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની મળતી વિગતો અનુસાર મોટી ભુજપુરમાં ગત ગુરૃવારે પાયલ ઉર્ફે કિરણ(ઉ.વ.૩૦) નામની યુવતિએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જેમાં મૃતક યુવતિના ભાઈ રાજેશ મહતોએ તેના બનેવી લલિત જના સામે માનસિક અને શારીરિક ત્રાસ આપી આપઘાત માટે મજબૂર કરી હોવાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર મુળ કોલકત્તાના ટીટાગઢની રહેવાસી મૃતક પાયલે ગામના જ યુવક લલિત મોહન જના સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન બાદ બેકાર લલિત ઘરજમાઈ બનીને સાસરે જ પડયો પાથર્યો રહેતો હતો. તાથા પાયલને મારકૂટ કરીને ત્રાસ આપતો હતો. જેનાથી કંટાળી પાયલ તેને લઈને મોટી ભુજપુર રહેતા બહેન-બનેવીના ઘર પાસે રહેવા આવી ગઈ હતી. દરમિયાનમાં ગત તા.૧૯ના રોજ પાયલે તેના ભાઈ રાજેશને ફોન કરીને આપઘાત કરવા જતી હોવાનું કહ્યું હતું. સાંજે રાજેશને તેના બનેવીએ પાયલે આપઘાત કરી લીધો હોવાની જાણકારી આપી હતી. આપઘાત બાદ લલિતે પાયલના મૃતદેહને સ્વિકારવાનો પણ ઈન્કાર કરી દીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here