મોટા દેશોના ક્રેડિટ રેટિંગ્સ સામે તોળાતું જોખમ

મોટા દેશોના ક્રેડિટ રેટિંગ્સ સામે તોળાતું જોખમ

નવી દિલ્હી, તા. 17 ઓક્ટોબર 2020, શનિવાર

વિશ્વમાં કોરોનાવાઈરસના સેકન્ડ વેવના કિસ્સામાં વિશ્વના કેટલાક  મોટા દેશોના ક્રેડિટ રેટિૅગ્સમાં આવનારા મહિનામાં  કાપ આવી શકે છે અથવા તો તેમને ડાઉનગ્રેડના રેટિંગ્સ પર મૂકવામાં આવી શકે છે એમ એસ એન્ડ પી ગ્લોબલના એક રિપોર્ટમાં જણાવાયું છે. 

કોરોનાને કારણે આરોગ્ય વ્યવસ્થા , કંપનીઓ અને કામદારોને ટેકો પૂરો પાડવા પાછળ જંગી ખર્ચને કારણે કેટલાક દેશોની નાણાંકીય સ્થિતિ એકદમ કથળી ગઈ છે. 

એસએન્ડપીએ આ અગાઉ જ ૬૦ જેટલા દેશોના આઉટલુકને યા તો ડાઉનગ્રેડ કર્યા છે અથવા તેના પર કાપ મૂકયો છે. કેટલાક દેશોના દેવામાં જીડીપીના ૧૫થી ૨૦ પોઈન્ટનો જે વધારો થયો છે તે સામાન્ય રીતે વધતા ચારથી પાંચ વર્ષ લાગે છે તે ગણિતમાં કદાચ ફેરબદલ જોવા મળશે. 

યુરોપિયન યુનિયન અથવા જાપાન અથવા યુકે જેવા કેટલાક વિકસિત દેશો જેમણે રાજકોષિય તથા નાણાંકીય પેકેજનો અમલ કર્યો છે તેના રેટિંગ્સ જોખમમાં આવી શકે છે. હવે પછી સ્થિતિ કેવી વળાંક લે છે તે જોવાનું રહે છે. હવે પછી સ્થિતિમાં વધુ પડતો માળખાકીય ફેરબદલ આવશે તો રેટિંગ્સમાં ફેરફાર જોવા મળી   શકે છે. એસ એન્ડ પી દ્વારા જે દેશોને રેટિંગ્સ પૂરા પાડવામાં આવે છે તેમાંથી  ૩૧ જેટલા દેશો હાલમાં નેગેટિવ આઉટલુકસ ધરાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here