મેઘરજમાં ચાઈનીઝ દોરીની 20 ફિરકી સાથે શખ્સ પકડાયો

મેઘરજ, તા. 12 જાન્યુઆરી,
2021, મંગળવાર

મેઘરજ નગરમાં સ્થાનિક પોલિસ દ્વારા મકરસક્રાંતિ તહેવાર
નિમિત્તે જાહેરનામાનો ભંગ કરતા શખ્સને ચાઇનીઝ દોરીની ફીરકીઓ સાથે ઝડપી પાડતાં
ગેરકાયદેસર દોરીનું વેચાણ કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે.

મકરસક્રાંતિનો તહેવારનો એક દિવસ બાકી છે ત્યારે પતંગ રસીયાઓ
માટે પતંક અને દોરીની અવનવી વેરાયટીઓ માર્કેટમાં આવતી હોય છે પરંતુ ચાઇનીઝ દોરી પર
પ્રતિબંધ છે. ચાઈનીઝ દોરીથી કેટલાક બાઈક ચાલકોને ગંભીર ઈજા અને અકસ્માતો થાય છે
જેને લઈને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે છે.

આ ઘાતક દોરીથી પક્ષીઓને પણ મોટું નુકશાન થતું હોય છે જેને
લઈને તંત્ર દ્વારા ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ મૂકાયો છે ત્યારે મેઘરજ તાલુકામાં તેમજ
નગરમાં કેટલાક પતંગ દોરીના વેપારીઓને જાણે તંત્રનો ડર જ ના હોય તેમ તંત્રના
જાહેરનામાના લીરેલીરા ઉડાડતા હોય તેમ ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા હોય છે.

એક વેપારી સામે મેઘરજ પોલીસે સોમવારે પી.સી.એન. હાઈસ્કુલ
સામે આવેલી અપુર્વ નોવેલ્ટી નામની દુકાનમાંથી ચાઇનીઝ દોરીની ફીરકી નંગ ૨૦ સાથે
દુકાનદાર શ્યામ માલસિંહ રાજપુરોહીતને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરતાં મેઘરજ
નગરમાં તેમજ તાલુકાના મોટા ગામડાઓમાં ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા વેપારીઓમાં ફફડાટ
વ્યાપ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here