મહેસાણાના ઊંઝામાં સૌથી વધુ 7 સહિત 13 તથા પાટણમાં બે મહિલા પોઝિટિવ

મહેસાણા, તા.13 જાન્યુઆરી 2021, બુધવાર

છેલ્લા ત્રણ ચાર દિવસથી કોરોના સંક્રમિત દર્દીઓમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. જેમાં પાટણમાં ત્રણ દિવસ બાદ ફરી બે પોઝિટિવ તથા બનાસકાંઠામાં આજે એક પમ કેસ નોંધાયો નથી. જ્યારે મહેસાણા જિલ્લાના ઊંઝામાં સાત કોરોનાના દર્દી સહિત જિલ્લામાં ૧૩ પોઝિટિવ જોવા મળ્યા છે. આમ ઉત્તર ગુજરાતમાં કુલ ૧૫ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

મહેસાણા જિલ્લામાં ૧૩મી જાન્યુઆરી સુધીમાં ૪૩૮૬૨ સેમ્પલ લેવાયા હતા. જેમાં ૪૧૩૪૩ નો રિપોર્ટ નેગેટિવ આવેલ છે. જેમાં ૨૩૧ સેમ્પલનું રીઝલ્ટ આવેલ છે. જેમાં ૨૨૮ સેમ્પલનો રીપોર્ટ નેગેટિવ જોવા મળ્યો છે. સરકારી લેબમાં ૩ અને ખાનગી લેબમાં ૧૦ પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે નોંધાયેલ ૧૩ કેસ પૈકી શહેરી વિસ્તારમાં ૮ અને ગ્રામ્ય વિસ્તારમાં ૫ કેસ નોંધાયા છે. જ્યારે એક્ટીવ કેસ ૮૯ તતા ૨૪૨નું રીઝલ્ટ પેન્ડીંગ છે. ૧૪ દર્દીઓ સાજા થતાં રજા અપાઈ છે. જિલ્લાના ઊંઝામાં સૌથી વધુ સાત દર્દીઓ જોવા મળ્યા છે. જેમાં જી.એસ. હાઈસ્કૂલ પાસે ૬ તથા ખજૂરી પોળમાં એક દર્દી જોવા મળેલ છે. વિસનગર થલોટા રોડ પર એક કેસ નોંધાયો છે. જેમાં ધારાસભ્ય ઋષિકેશ પટેલ સંક્રમિત થતા સારવાર હેઠળ ખસેડાયા છે. જ્યારે મહેસાણાના જોરણંગ  તથા કેરાલુમાં એક એક, વિજાપુરના હાથીપુરા, જેપુરમાં એક એક તથા જોટાણાના ધનપુરા કટોસણમાં એક કેસ જોવા મળેલ છે.

પાટણ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસ બાદ આજે બે કેસ નોંધાયા છે. જેમાં બાવન વર્ષ તથા પચાસ વર્ષની બે મહિલાઓ કોરોના સંક્રમિત થયેલ છે. જેમાં એક મહિલાનો અમદાવાદની ખાનગી લેબમાં પોજિટિવ રીપોર્ટ આવેલ છે. જિલ્લાનો કોરોના સંક્રમિત આંક ૪૧૫૭ નોંધાયો છે. જ્યારે બનાસકાંઠા જિલ્લામાં સરકારી લેબમાં ૩૨૩ સેમ્પલ  તથા ગાંધી લિંકન અને બનાસ મેડિકલ આરટીપીસીઆરમાં ૭૪ સેમ્પલ મળી કુલ ૩૯૭ સેમ્પલ લેવાયા હતા. જેમાં એક પણ કોરોના પોઝિટિવ કેસ જોવા મળેલ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here