મહીસાગર જિલ્લામાં કોરોના પોઝિટિવના 3 કેસ નોંધાયા

મહીસાગર જિલ્લામાં  કોરોના પોઝિટિવના 3 કેસ નોંધાયા

 લુણાવાડા તા.18 ઓક્ટાેબર 2020 રવીવાર

 લુણાવાડા તાલુકામાં 1સ્ત્રી, 2 પુરૂષોના કોરોના રીપોર્ટ  પોઝિટિવ આવ્યો છે.  

આમ, જિલ્લામાં કોરોનાના અત્યાર સુધીમાં એટલે કે તા.18 ના સાંજ  સુધીમાં 1224 કેસ  પોઝિટિવ નોધાયા છે.  

આજે જિલ્લામાં સારવાર લઇ રહેલ દર્દીઓ પૈકી બાલાસિનોર તાલુકાના  3 પુરૃષ,  લુણાવાડા તાલુકાની2 સ્ત્રીએ કોરોનાને મહાત આપતાં રજા આપવામાં આવતાં સ્વગૃહે પરત ફર્યા છે. 

આમ, જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 1110 દર્દીઓ સાજા થયા છે. જ્યાંરે જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે 8 વ્યક્તિનું મૃત્યુ થયા છે. અન્ય બીમારીથી 34 દર્દીના મૃત્યુ થતાં જિલ્લામાં કુલ 42 મૃત્યુ નોંધાયા છે.

અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનફલુ/ કોરોનાના કુલ 63572  રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. તેમજ જિલ્લાના 259  વ્યક્તિઓને હોમ  ક્વોરેન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે. કોરોના પોઝિટિવના દર્દીઓ પૈકી 66 દર્દીઓની તબિયત સુધારા ઉપર અને 6  દર્દીઓ ઓક્સિજન પર છે.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here