મહીસાગર જિલ્લામાં કોરોના પોઝિટિવના વધુ 19 કેસ

0
23
મહીસાગર જિલ્લામાં કોરોના પોઝિટિવના વધુ 19 કેસ

લુણાવાડા તા.24 સપ્ટેમ્બર 2020 ગુરૂવાર

મહીસાગર જિલ્લામાં તા.24  ના રોજ  કોરોના પોઝિટિવના 19  કેસ નોંધાતા જિલ્લામાં કોરોનાના અત્યાર સુધીમાં તા.24-9-20 ના સાંજ સુધીમાં ૯૭૬ કેસ પોઝિટિવ નોધાયા છે. 

 આજે સારવાર લઇ રહેલા દર્દીઓ પૈકી 14  દર્દીઓ કોરોનાને મ્હાત આપી ઘરેે પરત ફર્યા છે. આમ, જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 820  દર્દીઓ સ્વસ્થ થઇ ઘરે પરત ફર્યા છે. જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે 8 વ્યક્તિનું મૃત્યુ થયા છે.જયારે અન્ય કારણથી 31 દર્દીનુ મૃત્યુ થતાં જિલ્લામાં કુલ 39 મૃત્યુ નોંધાવા પામ્યા છે.

અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનફલુ/ કોરોનાના કુલ 48421 રીપોર્ટ નેગેટીવ આવ્યા છે.તેમજ જિલ્લાના  270 વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારએ જણાવ્યું છે.  કોરોના પોઝીટીવ આવેલ દર્દીઓ પૈકી  113  દર્દીઓ સ્ટેબલ અને 3  દર્દીઓ ઓક્સિજન ઉપર અને 1 દર્દી વેન્ટીલેટર પર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here