મહા યુધ્ધની તૈયારી, ચીને તાઇવાન સરહદે DF-17 મિસાઇલો અને S-400 એર ડિફેન્સ સિસ્ટમ કરી તૈનાત

મહા યુધ્ધની તૈયારી, ચીને તાઇવાન સરહદે DF-17 મિસાઇલો અને S-400 એર ડિફેન્સ સિસ્ટમ કરી તૈનાત

બિજીંગ, 18 ઓક્ટોબર 2020 રવિવાર

ચીનની સેના ફરી એકવાર તાઇવાન પર મોટો હુમલો કરવામાં લાગી છે. તાઇવાન સાથે લાગતી સરહદ પર ચીને DF-17 હાઇપરસોનિક મિસાઇલ અને S-400 એર ડિફેન્સ સિસ્ટમ તૈનાત કરી છે. ચીને આ વિસ્તારમાં ઝડપથી પોતાના સૈનિકોની સંખ્યાને પણ વધારી છે. ઘણા મિલિટરી નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી છે કે આ વિસ્તારમાં પોતાના શક્તિશાળી હથિયારોની તૈનાતી કરી ચીન સીધી રીતે તાઇવાનને ધમકી આપી રહ્યું છે. 

ચીને પહેલાથી જ આ ક્ષેત્રમાં DF-11 અને DF-15 મિસાઇલોને તૈનાત કરેલી છે. માનવામાં આવી રહ્યું છે કે હવે આ જૂની થઈ ચુકેલી મિસાઇલોની જગ્યાએ પોતાની હાઇપરસોનિક મિસાઇલ  DF-17 ને તૈનાત કરશે. આ મિસાઇલ લાંબા અંતર સુધી ચોક્કસ નિશાન લગાવવામાં કુશળ છે. તેવામાં જો ચીન હુમલો કરે છે તો તાઇવાનને પોતાની સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થા કરવી પડશે. 

ચીનની DF-17 મિસાઇલ 2500 કિલોમીટર દૂર સુધી હાઇપરસોનિક સ્પીડથી પોતાના લક્ષ્યને ભેદી શકે છે. આ મિસાઇલને પ્રથમવાર પાછલા વર્ષે ચીનના સ્થાપનાની 70મી વર્ષગાંઠ પર પ્રદર્શિત કરવામાં આવી હતી. આ મિસાઇલ 15000 કિલોગ્રામ વજનની અને 11 મીટર લાંબી છે, જે પરંપરાગત વિસ્ફોટકો સિવાય ન્યૂક્લિયર વોરહેડને પણ લઈને જઈ શકે છે. સરળ ભાષામાં કરીએ તો આ મિસાઇલ પરમાણુ હુમલો કરવામાં પણ સક્ષમ છે. 

કાંવા ડિફેન્સ રિવ્યૂના એડિટર-ઇન-ચીફ આંદ્રેઈ ચાંગ પ્રમાણે સેટેલાઇટ ઇમેજથી જાણવા મળ્યું છે કે હાલના વર્ષોમાં ફુજિયાન અને ગુઆંગડોંગ પ્રાંતોમાં ચીને મરીન કોર્પ્સ અને રોકેટ ફોર્સે ઘણા નવા ઠેકાણા બનાવ્યા છે. આ બંન્ને રાજ્ય તાઇવાનની નજીક સ્થિત છે. પૂર્વી અને દક્ષિણી થિએટર કમાન્ડમાં કેટલીક મિસાઈલ અડ્ડાના આકાર હાલના વર્ષોમાં બમણા થઈ ગયા છે. તેવામાં આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે કોઈપણ ક્ષણે ચીન તાઇવાન પર હુમલો કરી શકે છે. 

ચીને તાઇવાન સાથે લાગેલી સરહદ પર રશિયાથી ખરીદવામાં આવેલી S-400 એર ડિફેન્સ સિસ્ટમને પણ તૈનાત કરી છે. તેની શક્તિશાળી રડાર 600 કિલોમીટર દૂરથી જ તાઇવાની સેનાની મિસાઇલો, ડ્રોન અને લડાકૂ વિમાનોની માહિતી મેળવી શકે છે. S-400ની રડાર સિસ્ટમ ખુબ વ્યવહારદક્ષ છે અને આખા તાઇવાનને કવર કરવામાં સક્ષમ છે. તેમાં લાગેલી મિસાઇલો તાઇવાનના કોઈપણ લડાકૂ વિમાનને મારી શકવામાં સક્ષમ છે. 

એટલું જ નહીં ચીને આ વિસ્તારમાં પોતાના કથિત સ્ટીલ્થ લડાકૂ વિમાન જે-20ને પણ તૈનાત કર્યાં છે. બીજા દેશો પર હુમલો કરવા માટે બનેલા ચીનના 13 લડાકૂ બ્રિગેડોમાંથી 10 હવે તાઇવાનની સરહદ પર તૈનાત છે. ચીને 2017થી પોતાના મરીન કોર્પ્સનું હેડક્વાર્ટર ગ્વાંગડોંગમાં સ્થાપિત કર્યું છે. જો તાઇપાન પર કોઈપણ હુમલો થાય તો ચીની નૌસેનાનું આ રણનૈતિક સેન્ટર બનશે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here