મને હરાવવા માટે ફાર્મા કંપનીઓએ પાણીની જેમ પૈસા વાપર્યાંઃ ટ્રમ્પનો દાવો

મને હરાવવા માટે ફાર્મા કંપનીઓએ પાણીની જેમ પૈસા વાપર્યાંઃ ટ્રમ્પનો દાવો


વૉશિંગ્ટન, તા. ૨૧
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ૨૦૨૦ની ચૂંટણીમાં જો બિડેન સામે હારી ગયા છે. છતાં ટ્રમ્પે હાર માનવાનો સ્પષ્ટ ઈનકાર કરીને ચૂંટણીમાં ગરબડો થયાનો દાવો કર્યો હતો. એ દરમિયાન મીડિયાને સંબોધતી વખતે ટ્રમ્પે ફાર્મા કંપનીઓને હાર માટે જવાબદાર ગણાવી હતી.
વ્હાઈટ હાઉસમાં પત્રકારોને સંબોધતી વખતે ડોનાલ્ડ ટ્રમ્પે હારનો દોષ મીડિયા અને ફાર્મા કંપનીઓને આપ્યો હતો. ટ્રમ્પે કહ્યું હતુંઃ મને હરાવવા માટે અમેરિકાની ફાર્મા ક્ષેત્રની કંપનીઓએ પાણીની જેમ પૈસા વાપર્યા હતા. માતબર રકમ ખર્ચીને ફાર્મા કંપનીઓએ ચૂંટણી પહેલાં મીડિયામાં મારા વિરૃદ્ધ નેગેટિવ પ્રચાર કરાવ્યો હતો. નેગેટિવ પ્રચાર થાય એવી જાહેરાતો ફાર્મા કંપનીઓએ પ્રસિદ્ધ કરાવી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પે હાર માનવાનો ઈનકાર કર્યો હતો. ટ્રમ્પે તેની વિરૃદ્ધમાં આવેલા પરિણામો માટે મીડિયા, ફાર્મા કંપનીઓ અને મોટા ઉદ્યોગપતિઓને જવાબદાર ગણાવ્યા હતા. ટ્રમ્પે ઉમેર્યું હતુંઃ હું લગભગ ૭.૪ કરોડ મતથી જીત્યો છું એ વાત તમે સૌ જાણો છો. જે પરિણામ આવ્યું છે તે અંગે તપાસ થઈ રહી છે. અમે એ જાણીને જ રહીશું.
ઉલ્લેખનીય છે કે જો બિડેન ૩૦૬ ઈલેક્ટોરલ વોટ સાથે વિજેતા જાહેર થયા છે. ટ્રમ્પને ૨૩૨ ઈલેક્ટોરલ મત મળ્યા હતા. વ્હાઈટ હાઉસમાં પહોંચવા માટે ૨૭૦ ઈલેક્ટોરલ મતોની જરૃર પડે છે. ટ્રમ્પે ચૂંટણીમાં ગરબડો થયાના આરોપ સાથે મિશિગન, જ્યોર્જિયા, પેન્સિલવેનિયા, વિસ્કોન્સિન જેવા રાજ્યોમાં બિડેનની તરફેણમાં આવેલા જનમતને કોર્ટમાં પડકાર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here