નવી દિલ્હી, તા. 14. જાન્યુઆરી 2021 ગુરૂવાર
આજે દેશમાં ધામધૂમથી ઉજવાઈ રહેલા મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે કોંગ્રેસના આગેવાન રાહુલ ગાંધી અને તેમના બહેન પ્રિયંકા ગાંધીએ દેશવાસીઓને શુભેચ્ઠા પાઠવવાની સાથે મોદી સરકાર પર નિશાન પણ સાધ્યુ છે.
રાહુલ ગાંધીએ કહ્યુ છે કે, ખેતરોમાં થયેલા પાકની કાપણીનો સમય ખુશી અને ઉજવણીનો હોય છે.મકર સંક્રાંતિ, પોંગલ, બિહુ અને ઉત્તરાયણની તમામને શુભકામનાઓ.તેમાં પણ દેશના ખેડૂતો અને શ્રમિકોને ખાસ શુભેચ્છાઓ જેઓ પોતાના હક માટે શક્તિશાળી લોકો સામે લડી રહ્યા છે.
રાહુલે કહ્યુ હતુ કે, આજે પોંગલ મનાવવા માટે હું તામિલનાડુ જવાનો છું અને મદુરાઈમાં જલ્લીકટ્ટુના તહેવારની ઉજવણીમાં પણ ભાગ લઈશ.
બીજી તરફ પ્રિયંકાએ કહ્યુ છે કે, તમામ દેશવાસીઓે મકર સંક્રાંતિ, પોંગલ, બિહુની શુભેચ્છા. ઈશ્વરને હું પ્રાર્થના કરુ છું કે, ખે્તી કરનારા અન્નાદાતાઓને ન્યાય મળે.
આ પહેલા પણ પ્રિયંકા ગાંધીએ લોહડીની શુભેચ્છાઓ પાઠવતા કહ્યુ હતુ કે, અન્નાદાતાઓના હકની લડાઈમાં દેશના લોકો તેમનો સાથ આપે.