ભાવનગર-અમદાવાદ વચ્ચે કાલે સ્પેશિયલ ટ્રેન દોડાવાશે

ભાવનગર-અમદાવાદ વચ્ચે કાલે સ્પેશિયલ ટ્રેન દોડાવાશે


– ટ્રેનના તમામ કોચ અનામત રહેશે, ભાવનગર રેલવે સોમનાથ સ્ટેશનથી એક ટ્રેન ચલાવશે

– યાત્રિકોને દોઢ કલાક પહેલા રેલવે સ્ટેશન પહોંચવું પડશે

ભાવનગર,  તા. 1 ઓક્ટોબર 2020, ગુરૂવાર

અમદાવાદના વિવિધ કેન્દ્રો પર આગામી રવિવારે યોજાનારી યુપીએસસીની પરીક્ષાને ધ્યાનમાં રાખી ભાવનગર રેલવે મંડળ દ્વારા ભાવનગર-અમદાવાદ વચ્ચે ઉમેદવારો માટે સ્પેશિયલ ટ્રેન દોડવામાં આવશે. આ ઉપરાંત મંડળના સોમનાથ સ્ટેશનથી પણ અમદાવાદ માટેની એક વિશેષ ટ્રેન ચલાવામાં આવનાર છે.

સંઘ લોક સેવા આયોગ (યુપીએસસી) પરીક્ષાને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવેએ ઉમેદવારો માટે વિશેષ ટ્રેનો ચલાવવાનું નક્કી કર્યું છે. જે અંતર્ગત ભાવનગર મંડળના ભાવનગર ટર્મિનસથી અમદાવાદ અને સોમનાથ-અમદાવાદ વચ્ચે સુપરફાસ્ટ એક્સપ્રેસ વિશેષ ટ્રેન ચલાવાશે. જેમાં ભાવનગર ટર્મિનસથી આ ટ્રેન તા.૩-૧૦ને શનિવારે રાત્રે ૧૧-૪૫ કલાકે ઉપડી વહેલી સવારે ૫ કલાકે અમદાવાદ પહોંચશે. જ્યારે અમદાવાદથી તા.૪-૧૦ને રવિવારે રાત્રિના ૧૦ કલાકે ઉપડશે. યુપીએસસીની પરીક્ષા માટે ચલાવવામાં આવનારી આ ટ્રેન ભાવનગર પરા, સિહોર, સોનગઢ, ધોળા (જં), બોટાદ, લિંબડી, સુરેન્દ્રનગર ગેટ અને વિરમગામ સ્ટેશન પર ઉભી રહેશે. 

આ ઉપરાંત મંડળના સોમનાથ રેલવે સ્ટેશનથી અમદાવાદ વચ્ચે સુપરફાસ્ટ એક્સપ્રેસ સ્પેશિયલ ટ્રેન તા.૩-૧૦ના રોજ રાત્રિના ૯-૩૦ કલાકે ઉપડશે. આ ટ્રેન તા.૪-૧૦ના રોજ અમદાવાદથી રાત્રે ૨૯-૧૦ કલાકે રવાના થશે. વિશેષ ટ્રેનમાં સ્લીપર અને સેકન્ડ સિટીંગ ક્લાસના તમામ કોચ અનામત રહેશે. યાત્રિકોને દોઢ કલાક પહેલા રેલવે સ્ટેશન પર પહોંચી જવા અને કોરોનાની મહામારી અંતર્ગત સરકારે જારી કરેલી મહામારીનું પાલન કરવા ભાવનગર રેલવે દ્વારા જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here