ભાવનગરમાં 11 માસમાં 37 હત્યા : રેન્જ તળેના ત્રણ જિલ્લામાં 63 રક્તરંજીત ઘટના

ભાવનગર, તા. 24 ડિસેમ્બર 2020, ગુરૂવાર

ભાવનગર રેન્જ તળેના ભાવનગર-બોટાદ અને અમરેલી ત્રણ જિલ્લાઓમાં છેલ્લા ૧૧ માસ દરમિયાન ૬૩ રક્તરંજીત ઘટના ઘટવા પામી છે જે પૈકી ભાવનગરમાં ૧૧ માસ દરમિયાન ૩૭ હત્યાના બનાવો સામે આવ્યા છે. જ્યારે અમરેલીમાં ૧૬ અને બોટાદમાં ૧૦ હત્યા થવા પામી છે. ભાવનગર રેન્જમાં ખુનની કોશીષના ૫૮, ધાડના ૮, લૂંટના ૨૫ બનાવ પોલીસ ચોપડે નોંધાતા જોવા મળી રહ્યાં છે.

ભાવનગરમાં છેલ્લા એક અઠવાડીયા દરમિયાન મહુવા બાદ કુંભારવાડા અને હાદાનગરમાં હત્યાના બનાવો બનતા સનસની છવાઇ જવા પામી છે ત્યારે સરકારી ચોપડે નોંધાયેલ રક્તરંજીત ઘટનાઓ તરફ એક દ્રષ્ટીપાત કરીએ તો ભાવનગર રેન્જ તળેના ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લામાં કુલ છેલ્લા ૧૧ માસ દરમિયાન ૬૩ રક્તરંજીત ઘટના ઘટવા પામી છે. ગત વર્ષે ૫૫ બનાવો બન્યા હતા તેની સામે આ વર્ષે ૧૧ માસમાં વધુ ૮ બનાવો જોવા મળી રહ્યાં છે. ભાવનગર જિલ્લામાં ૧-૧-૨૦ થી ૩૦-૧૧-૨૦ના સમયગાળા દરમિયાન કુલ ૩૭ હત્યાની ઘટનાઓ ઘટવા પામી છે જે તમામ બનાવ ડિટેક્ટ થયા છે. ગત વર્ષ દરમિયાન ભાવનગરમાં ૩૦ બનાવો જોવા મળ્યા હતાં.

ભાવનગરની સાથે અમરેલીમાં ૧૬ અને બોટાદમાં ૧૦ હત્યાની ઘટના ઘટી છે. જે તમામ હત્યાના બનાવ ડિટેક્ટ થવા પામ્યા છે. જ્યારે ભાવનગર રેન્જ તળેના ત્રણેય જિલ્લામાં ખુનની કોશીષના ૫૮, ધાડના ૮, લૂંટના ૨૫ બનાવ પોલીસ ચોપડે નોંધાયા હોવાનું જોવા મળી રહ્યું છે. જ્યારે ૧૧ માસ દરમિયાન ભાવનગરમાં ૯૬, બોટાદમાં ૧૩ અને અમરેલીમાં ૨૬ મળી કુલ ૧૩૫ ઘરફોડના બનાવો બન્યાં છે જે પૈકી ૮૪ ડિટેક્ટ થયા છે. ગત વર્ષ ૨૦૧૯માં ૨૧૭ બનાવ સામે આવ્યા હતાં. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ૮૨ ઘરફોડ ચોરીના બનાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તેમજ ભાવનગરમાં ૧૭૩, અમરેલીમાં ૧૫૮, બોટાદમાં ૩૭ મળી કુલ ૩૬૮ ચોરીની ઘટનાઓ ઘટવા પામી છે.

ભાવનગરમાં ૧૧ માસના સમયગાળામાં ૩૭ રક્તરંજીત ઘટનાઓ ઘટી છે. જ્યારે ડિસેમ્બરમાં વધુ હત્યાના બનાવો સામે આવતા જોવા મળ્યા છે. ભાવનગર રેન્જ તળેના ભાવનગરમાં લૂંટના ૧૩, અમરેલીમાં ૧૦ અને બોટાદમાં ૨ મળી કુલ ૨૫ બનાવ સામે આવ્યા છે. જ્યારે ગત વર્ષે ૪૭ ઘટના લૂંટની ઘટવા પામી હતી. 

ભાવનગર રેન્જમાં ખુનની કોશીષના ૫૮, ધાડના ૮, લૂંટના ૨૫ બનાવ પોલીસ ચોપડે નોંધાયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here