ભારતે આકરી ઝાટકણી કાઢી તો પાકિસ્તાનના બચાવમાં ઉતરી પડ્યુ ચીન, આપ્યુ આવુ નિવેદન

ભારતે આકરી ઝાટકણી કાઢી તો પાકિસ્તાનના બચાવમાં ઉતરી પડ્યુ ચીન, આપ્યુ આવુ નિવેદન

નવી દિલ્હી, તા. 21. નવેમ્બર, 2020 શનિવાર

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોએ ચાર આતંકીઓને મોતને ઘાટ ઉતારીને ભારતમાં થનારો મોટો આતંકી હુમલો નાકામ કરી દીધો અને એ પછી પીએમ મોદીએ પાકિસ્તાનની ભારે ઝાટકણી કાઢી છે.

જોકે કાયમની જેમ હવે પાકિસ્તાનના બચાવમાં ચીન આવી ગયુ છે.ભારતે પાકિસ્તાનના રાજદૂતને બોલાવીને તતડાવ્યા બાદ હવે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિજિયાન ઝાઓએ કહ્યુ છે કે, ચીન આંતરરાષ્ટ્રિય સ્તરે આતંકવાદ સામે પાકિસ્તાનની ભૂમિકાના વખાણ કરે છે અને આતંકીઓ સામે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને સમર્થન આપે છે.ચાઈના અને પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરને ખતમ કરવાના પ્રયત્નો સફળ નહીં થાય.

પાકિસ્તાનને ચીન પોતાનુ ગાઢ મિત્ર ગણાવે છે અને જ્યારે જ્યારે પાકિસ્તાન આતંકવાદ માટે બદનામ થયુ છે ત્યારે ચીન તેના બચાવમાં ખુલીને આગળ આવતુ રહ્યુ છે.જમ્મુ કાશ્મીરમાં ઘૂસેલા આતંકીઓ પાકિસ્તાને જ મોકલ્યા હતા અને તેમના હેન્ડલર પાકિસ્તાનમાં બેઠા બેઠા તેમની સાથે સંપર્કમાં હતા તેના પૂરાવા પણ ભારતને મળી ચુક્યા છે ત્યારે આ તમામ બાબતોને અવગણીને ચીન પાકિસ્તાનનો બચાવ જ નહી ઉલ્ટાનુ વખાણ કરી રહ્યુ છે.જેથી આંતરરાષ્ટ્રિય સ્તરે પાકિસ્તાન એકલુ  ના પડી જાય.

આ પહેલા પીએમ મોદીએ કહ્યુ હતુ કે, પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ એ મહોમ્મદના ચાર આતંકીઓનુ માર્યુ જવુ અને તેમની પાસેથી હથિયારોનો ઢગલો મળવો તે જ બતાવે છે કે, ભારતમાં તબાહી મચાવવાના તેમના મનસૂબા પર પાણી ફરી વળ્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here