ભારતમાં આંતરિક બળવો કરાવવાની ધમકી, તાઈવાન સાથેની નિકટતાથી છંછેડાયુ ચીન

ભારતમાં આંતરિક બળવો કરાવવાની ધમકી, તાઈવાન સાથેની નિકટતાથી છંછેડાયુ ચીન

બિજિંગ, તા.18 ઓકટોબર 2020, રવિવાર

તાઈવાન સાથે ભારતની વધતી જતી નિકટતાના પગલે ચીન છંછેડાયુ છે.ચીનના મીડિયાએ ચેતવણી આપી છે કે, ચીન ભારતમાં આંતરિક વિદ્રોહ કરાવશે.જો ભારત તાઈવાન કાર્ડ ઉતરવાનુ ચાલુ રાખશે તો ચીન પણ ભારત સામે આંતરિક બળવો કરવા માંગતા તત્વોનો પ્રોત્સાહન આપશે.

ચીનના ગ્લોબલ ટાઈમ્સ અખબારમાં ચીનના ચેંગડુ ઈન્સ્ટિટયુટ ઓફ વર્લ્ડ અફેર્સના પ્રેસિડેન્ટ લોન્ગ જિનચુંગે કહ્યુ હતુ કે, એવુ લાગેછે કે, ભારતને હવે તાઈવાન કાર્ડ રમવાની ટેવ પડી ગઈ છે.ભારત અત્યાર સુધી વન ચાઈના પોલીસીમાં માનતુ હતુ અને તેના કારણે ભારતમાં ભાગલાવાદી તત્વોને ચીન સમર્થન નહોતુ આપતુ.પણ જો ભારત તાઈવાનને સમર્થન આપવાનુ ચાલુ રાખશે તો ચીન પણ ભારતમાં વિદ્રોહ કરાવી શકે છે.

જિનયુંગે કહ્યુ હતુ કે, ભારતમાં ઉત્તર પૂર્વના રાજ્યોમાં ભાગલાવાદી તત્વોને ચીન સમર્થન આપી શકે છે.કારણકે આ એવા જૂથો છે જે ભારત સાથે રહેવા નથી માંગતા અને આ પૈકીના કેટલાક વિસ્તારો તો બ્રિટિશ શાસન દરમિયાન મ્યાનમારનો હિસ્સો હતા.આ ભાગલાવાદી જૂથોના મ્યાનમાર સાથે નિકટના સબંધો છે.ભારત તાઈવાન કાર્ડ રમીને પોતાને જ નુકસાન પહોંચાડી રહ્યુ છે.ભારતના ભાગલાવાદી જૂથો જો ચન સમર્થન આપે તો તરત જ બળવો કરી શકે છે.ભારતે આ બાબતે વિચારવુ પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here