ભારતની ડિજિટલ સ્ટ્રાઇક- ચીન ફેક ન્યૂઝ નહીં ફેલાવી શકે, ન્યૂઝ એગ્રેગેટર્સ અને ન્યૂઝ એજન્સીને કેન્દ્રની તાકીદ

ભારતની ડિજિટલ સ્ટ્રાઇક- ચીન ફેક ન્યૂઝ નહીં ફેલાવી શકે, ન્યૂઝ એગ્રેગેટર્સ અને ન્યૂઝ એજન્સીને કેન્દ્રની તાકીદ

– વિદેશી કંપનીઓ ડિજિટલ મિડિયામાં મૂડીરોકાણ નહીં કરી શકે

નવી દિલ્હી તા.17 ઓક્ટોબર 2020 શનિવાર

કેન્દ્ર સરકારે ન્યૂઝ એગ્રેગેટર્સ અને ન્યૂઝ એજન્સીઓને ડિજિટલ મિડિયામાં 26 ટકા વિદેશી મૂડીરોકાણના મુદ્દે નિયમોનું કડક પાલન કરવાની તાકીદ કરી હતી. નિયમ મુજબ કંપનીનો સીઇઓ ભારતીય હોવો જોઇએ અને 60 દિવસથી વધુ લાંબો સમય કામ કરનારા દરેક કર્મચારીએ ક્લીયરન્સ સર્ટિફિકેટ મેળવેલું હોવું જોઇએ.

દેખીતી રીતેજ આ પગલું એક ડિજિટલ સ્ટ્રાઇક છે. ચીનની ફેક ન્યૂઝ ફેક્ટરીને બંધ કરવાના હેતુથી આ પગલું લેવાયું હતું. ડેઇલી હન્ટ, હેલ્લો, યુએસ ન્યૂઝ, ઓપેરા ન્યૂઝ, ન્યૂઝડૉગ જેવી ઘણી ચીની અને વિદેશી કંપનીઓ અત્યારે દેશમાં સક્રિય રીતે કામ કરી રહી હતી. આ કંપનીઓ ભારતનાં હિતોને નુકસાન થાય એવા ફેક ન્યૂઝ ફેલાવતી હોવાના આરોપ હતા. 2016માં અમેરિકી પ્રમુખની ચૂંટણી વખતે થયેલું એવું આ વિદેશી કંપનીઓ ભારતમાં પણ કરી શકે છે.

2019ના ઑગષ્ટમાં કેન્દ્રના પ્રધાન મંડળે ડિજિટલ મિડિયામાં 26 ટકા વિદેશી મૂડી રોકાણની દરખાસ્તને મંજૂરી આપી હતી. હવે ડિપાર્ટમેન્ટ ઑફ પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટર્નલ ટ્રેડ તરફથી એવી તાકીદ કરવામાં આવી હતી કે આવી તમામ કંપનીઓએ એક વર્ષમાં ક્લીયરન્સ લેવું ફરજિયાત છે. એ પછી જ 26 ટકા મૂડીરોકાણ કરી શકશે. તમામ ડિજિટલ મિડિયા કંપનીને શેર હોલ્ડિંગ પૂરું કરવા એક વર્ષની મુદત આપવામાં આવી હતી.

આ પગલું આત્મનિર્ભર ભારત અને જવાબદાર ડિજિટલ કંપનીઓની ઇકોસિસ્ટમ તૈયાર કરવાના હેતીથી લેવાયું હોવાની જાહેરાત ડિપાર્ટમેન્ટ ઑફ પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટર્નલ ટ્રેડ તરફથી જણાવવામાં આવ્યું હતું.

આ પગલાથી ડિજિટલ મિડિયા પર ફેક ન્યૂઝની ભરમાર પર અંકુશ આવશે એવું પણ કેન્દ્ર સરકારના આ ડિપાર્ટમેન્ટનું  માનવું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here