ભારતના મતદારો મતદાન કરતી વખતે જો બિડનનુ વાક્ય યાદ રાખેઃ કોંગ્રેસ

ભારતના મતદારો મતદાન કરતી વખતે જો બિડનનુ વાક્ય યાદ રાખેઃ કોંગ્રેસ

નવી દિલ્હી,  તા.18 ઓકટોબર 2020, રવિવાર

બિહારમાં વિધાનસભાની ચૂંટણી તથા બીજા કેટલાક રાજ્યોમાં ખાલી પડેલી વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી યોજાવાની છે ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીના ઉમેદવાર જો બિડનની વાતને યાદ રાખીને મત આપવા માટે મતદારોને અપીલ કરી છે.

હાલમાં અમેરિકામાં વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રમુખપદ માટે તેમના હરિફ ઉમેદવાર જો બિડન વચ્ચે પ્રચારમાં કાંટાની ટક્કકર જોવા મળી રહી છે.આ દરમિયાન જો બિડને અમેરિકાના મતદારોને અપીલ કરી હતી કે, વિભાજનની જગ્યાએ એકતાને મતદારો પસંદ કરે.ભારતીય મતદારોએ પણ આ જ વાતને યાદ રાખવાની જરુર છે .બિડને કહ્યુ હતુ કે, આપણે ભયની જગ્યાએ આશાને, વિભાજનની જગ્યાએ એકતાને, કાલ્પનિકતાની જગ્યાએ વિજ્ઞાન અને જુઠ્ઠાણાની જગ્યાએ સત્યની પસંદગી કરવી જોઈએ.

કોંગ્રેસના નેતા પી.ચિદમ્બરમનુ કહ્યુ હતુ કે, ભારતીય મતદારોએ આ વાત યાદ રાખીને મતદાન કરવાની જરુર છે.ન્યૂઝીલેન્ડના પીએમ તરીકે જેસિકા અર્ડેન ફરી ચૂંટણી જિત્યા છે અને તેનાથી આપણને પણ આશા છે કે, વિકાસલક્ષી વિચારસરણીથી લોકશાહીમાં ચૂંટણી જીતી શકાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here