ભરૂચ એસઓજી પોલીસે રૂ 50 ના દરની 2.82 લાખની બનાવટી ચલણી નોટો ઝડપી પાડી

ભરૂચ એસઓજી પોલીસે રૂ 50 ના દરની 2.82 લાખની બનાવટી ચલણી નોટો ઝડપી પાડી

અંકલેશ્વર  તા.18 ઓક્ટાેબર 2020 રવીવાર

ભરૂચ એસઓજી પોલીસે બાતમીના આધારે અંકલેશ્વરના અંસાર માર્કેટ પાસે ખરીદી કરવા આવેલા એક શખ્સને  રૂ .50 ના દરની 2.82 લાખ ઉપરાંતની બનાવટી ચલણી નોટો સહિત બાઈક સાથે 3.37 લાખ  ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. 

અંકલેશ્વર એસઓજી પોલીસેનો સ્ટાફ બાંગ્લાદેશી તેમજ અન્ય પ્રવૃત્તિઓ પર વોચમાં હતો. તે દરમ્યાન બાતમીના આધારે સુરતથી બાઇક ઉપર રૂ.50 ના દરની 2,82,2૦૦ ની કિમતની બનાવટી ચલણી નોટો સાથે જીજ્ઞોશ નટુ રાણીંગા (રહે. મોરથાણા ગામ પ્લોટ ફળિયું કામરેજ,સુરત મૂળ રહેવાસી ૬૫ નંદનવન સોસાયટી કાલીયા બીડ, ભાવનગર)ને અંસાર માર્કેટથી  ખરીદી કરતા રંગે હાથે ઝડપી પાડયો હતો. 

ભરૃચ એસઓજી પોલીસે રૂ.50 ના દરની 5644  નોટોને બેન્ક ઓફ બરોડાના મેનેજર પાસે તપાસ કરાવતા બેંકે આ નોટો બનાવટી હોવાનું જણાવ્યું હતુ. જેથી એસઓજી પોલીસે રૂ. 2,82,2૦૦ ની કિમતની  ચલણી નોટો  મોબાઈલ  રૂ.5 હજાર અને બાઇક રૂ.50  હજાર મળી કુલ રૂ.3,37,2૦૦ના મુદ્દામાલ સાથે આરોપી જીજ્ઞોશ રાણીંગાની અટકાયત કરી તેના રિમાન્ડ મેવાવાની તજવીજ હાથ ધરી છે.  

 આરોપીએ કામરેજ ખાતે પોતાના ઘરે ચલણી નોટોનું છાપકામ કરી  છેલ્લા કેટલાક સમયની બહાર ખરીદી કરતો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહારઆવ્યું છે. ત્યારે આરોપી અગાઉ કોઈ ગુનાહિત પ્રવુતિમાં સંડોવાયેલ છે કે કેમ તથા આવી ચલણી નોટો વેપલો આગળ કર્યો છે કે કેમ તે દિશામાં પોલીસે રિમાન્ડ મેળવવા સાથે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here