બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું ચેન્નઈમાં સફળતાપૂર્વક પરીક્ષણ

બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું ચેન્નઈમાં સફળતાપૂર્વક પરીક્ષણ

તમિલનાડુ, તા. 18 ઓક્ટોબર 2020 રવિવાર

બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનુ રવિવારે સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યુ. ડીઆરડીઓ અનુસાર, નૌસેનાના સ્વદેશી સ્ટીલ્થ ડિસ્ટ્રૉયર INS ચેન્નઈથી અરબ સાગરમાં ટારગેટ કરવામાં આવ્યો હતો. મિસાઈલે સટીકતા સાથે ટારગેટ સફળતાપૂર્વક હીટ કર્યો.

ચીન સાથે સરહદ પર જારી તણાવ વચ્ચે ભારત પોતાની શક્તિઓને મજબૂત કરવામાં લાગી ગયા છે. આ કડીમાં રવિવારે દેશને એક મોટી સફળતા મળી છે. બ્રહ્મોસ પ્રાઈમ સ્ટ્રાઈક હથિયાર તરીકે નેવલ સર્ફેસ લક્ષ્યોને લાંબા અંતર સુધી નિશાન બનાવીને યુદ્ધ જહાજોની અજેયતા સુનિશ્ચિત કરશે.

અગાઉ DRDOએ ઓડિશાના ચાંદીપુરમાં 30 સપ્ટેમ્બરે બ્રહ્મોસ સુપર સોનિક ક્રૂઝ મિસાઈલનું પરીક્ષણ કર્યુ હતુ. બ્રહ્મોસ પહેલી સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ છે. જે આ સમયે સર્વિસમાં છે. 2005 માં આઈએનએસ રાજપૂત પર ભારતીય નેવીએ આ મિસાઈલનું ઈન્ડેક્શન કર્યુ હતુ. 

ભારતીય સેનાએ પણ બ્રહ્મોસ મિસાઈલને પોતાની ત્રણ રેજિમેન્ટમાં સામેલ કર્યા છે. એટલે કે જો દુશ્મન કંઈક ભૂલ કરે છે તો તેને જવાબ આપવામાં આવશે. લદ્દાખમાં ચીન સાથે ગયા કેટલાક મહિનાઓથી જે રીતે તણાવની સ્થિતિ છે. એવા સમયે ભારતને હાથ નવી તાકાત લાગવાનો દુશ્મનને મુશ્કેલીમાં મૂકી શકે છે. ભારત સતત દેશી અને વિદેશી હથિયારોથી સેનાને મજબૂત કરવામાં લાગેલા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here