બેન્કોની રિકેપિટલાઈઝેશનની ચિંતામાં વધારો થવાની સંભાવના

મુંબઈ, તા. 12 જાન્યુઆરી 2021, મંગળવાર

બેન્કોની ખાસ કરીને સરકારી બેન્કોની કેપિટલાઈઝેશનની ચિંતામાં વધારો થવાની સંભાવના રહેલી છે.  દેશના બેન્કિંગ ક્ષેત્રમાં સરકારી બેન્કોની સ્થિતિ હાલમાં નબળી છે અને ૨૦૨૧ના સપ્ટેમ્બર સુધીમાં આ બેન્કોની ગ્રોસ નોન – પરફોર્મિંગ એસેટસ (એનપીએ) વધીને ૧૬.૨૦ ટકા પહોંચવા ધારણાં છે એમ રિઝર્વ બેન્કના ફાઈનાન્સિઅલ સ્ટેબિલિટી રિપોર્ટમાં જણાવાયું છે. એકદમ પ્રતિકૂળ સ્થિતિમાં આ પ્રમાણ ૧૭.૬૦ ટકા રહી શકે છે. 

સપ્ટેમ્બર ૨૦૨૦માં ગ્રોસ એનપીએનું પ્રમાણ ૯.૭૦ ટકા રહ્યું હતું. સરકારી બેન્કોની સરખામણીએ ખાનગી તથા વિદેશી બેન્કોની સ્થિતિ સારી છે. ખાનગી બેન્કોમાં એનપીએનું પ્રમાણ વધીને ૭.૯૦ ટકા પહોંચી શકે છે જ્યારે   અતિ તાણની સ્થિતિમાં આ માત્રા ૮.૮૦ ટકા જોવા મળી શકે છે. 

 વિદેશી બેન્કોમાં આ પ્રમાણ ૫.૪૦ ટકા અને  ૬.૫૦ ટકા જોવા મળવાની સંભાવના રહેલી હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.

જાહેર ક્ષેત્રની બેન્કોના નીચા મૂલ્યાંકનોને કારણે તેમની માટે બજારમાંથી નાણાં ઊભા કરવાનું મુશકેલ બન્યું છે. 

નાણાં વર્ષ ૨૦૧૫-૧૬થી ૨૦૧૯-૨૦ના ગાળામાં સરકારે આ બેન્કોમાં રૂપિયા ૩.૫૬ ટ્રિલિયન ઠાલવ્યા છે. આ બેન્કોની માર્કેટ કેપ રૂપિયા ૪ ટ્રિલિયન જેટલી છે,  જે   છેલ્લા પાંચ વર્ષમાં ઠાલવાયેલી રકમના ૧૩.૪૮ ટકા જેટલી જ વધુ છે. 

માત્ર સરકારી બેન્કોની જ નહીં પરંતુ નોન-બેન્કિંગ ફાઈનાન્સિઅલ કંપનીઝ (એનબીએફસી)ની એસેટ કવોલિટી પણ કથળવાની રિપોર્ટમાં ચિંતા વ્યકત કરવામાં આવી છે.

 કોરોનાને કારણે ેવેપારમાં પડેલી ખલેલને પરિણામે આ સ્થિતિ ઊભી થઈ હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.

 માર્ચ ૨૦૨૦ના અંતે મોટી એનબીએફસીસના ગ્રોસ એનપીએનું પ્રમાણ ૬.૩૦ ટકા હતું તે વધીને એકદમ પ્રતિકૂળ સ્થિતિમાં ૮.૪૦ ટકા રહી શકે છે.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here