બાસ્કેટબોલની નેશનલ ટીમમાં સોખડાના ખેડૂત પુત્રની પસંદગી

બાસ્કેટબોલની નેશનલ ટીમમાં સોખડાના ખેડૂત પુત્રની પસંદગી

વડોદરા,તા.૨૨ નવેમ્બર ૨૦૨૦,રવિવાર

ગુજરાતની બાસ્કેટ બોલ ટીમના ખેલાડી સહજ પટેલની નેશનલ ટીમમાં પસંદગી થઇ છે અને હવે તે ૨૦૨૧માં બહેરીન ખાતે યોજાનાર એશિયા કપ ક્વોલિફાયર ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમમાંથી રમશે. 

૨૪ વર્ષનો સહજ રાજેશભાઇ પટેલ મૂળ વડોદરા નજીક આવેલા હરિધામ સોખડા ગામનો રહેવાસી  છે. સહજના પિતા ખેડૂત છે. સહજ અભ્યાસ માટે સોખડાથી આણંદ ગયો અને ત્યાંથી તેની બાસ્કેટબોલની સફર શરૃ થઇ. સહજ કહે છે કે મારી ઊંચાઇ ૬ ફૂટ ૧૦ ઇંચ હોવાથી મિત્રોએ મને બાસ્કેટબોલ સ્પોર્ટમાં જવાની સલાહ આપી અને મારી પસંદગી આણંદની ટીમમાં થઇ. ત્યાર બાદ હુ વડોદરા આવી ગયો અને વડોદરાની ટીમમાંથી પણ રમ્યો અને પછી ગુજરાતની ટીમમાં પસંદગી થઇ. ગુજરાત ટીમ વતી મે બેંગ્લોર ખાતે ઓઇ ઇન્ડિયા યુનિર્વિસિટી બાસ્કેટબોલ કપમાં ભાગ લીધો હતો અને મારૃ પરફોર્મન્સ જોઇને નેશનલ ટીમમાં મારી પસંદગી કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here