બાળકોને કોરોનાનો ચેપ કેમ લાગતો નથી તેનું રહસ્ય વિજ્ઞાનીઓએ શોધી કાઢ્યું

બાળકોને કોરોનાનો ચેપ કેમ લાગતો નથી તેનું રહસ્ય વિજ્ઞાનીઓએ શોધી કાઢ્યું

વોશિંગ્ટન, તા. 14 નવેમ્બર, 2020, શનિવાર

કોરોના વાઇરસનો ચેપ પુખ્ત વયની વ્યક્તિઓને લાગે છે પણ બાળકોને તે લાગતો નથી તેની પાછળના ચાવીરૂપ પરિબળને વિજ્ઞાાનીઓએ શોધી કાઢ્યું છે.

યુએસમાં આવેલી વાંડેરબિલ્ટ યુનિવર્સિટીના મેડિકલ સેન્ટરના સંશોધકોએ જણાવ્યું હતું કે કોરોનાના વાઇરસને ફેફસાંમાં આવેલા કોષોમાં પ્રવેશવા માટે જરૂરી રિસેપ્ટર પ્રોટીનનું સ્તર બાળકોમાં ઓછું હોવાથી તેમને તેનો ચેપ લાગતો નથી. જર્નલ ઓફ ક્લિનિકલ ઇન્વેસ્ટીગેશનમાં પ્રકાશિત થયેલા આ અભ્યાસમાં જણાવાયું છે કે આ પ્રોટીનને બ્લોક કરીને પુખ્ત વયના લોકોને કોરોનાનો ચેપ લાગતો અટકાવી શકાશે.

સંશોધક જેનિફર સુક્રે જણાવ્યું હતું કે અમારો અભ્યાસ બાયોલોજીકલ કારણ આપે છે કે શા માટે નવજાત શિશુઓને તથા નાના બાળકોને કોરોનાનો ચેપ લાગતો નથી. અમે ફેફસાંના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને પુખ્ત વયની વ્યક્તિની સરખામણીમાં બાળકોના ફેફસાં કેવી રીતે ઈજાના મામલે અલગ પડે છે તે તપાસ્યું હતું.

જ્યારે વાઇરસના કણો ફેફસાંમાં શ્વાસ સાથે અંદર જાય ત્યારે સ્પાઇક પ્રોટીન એસીઇ-ટુને ચોંટે છે. આ એઇસી-ટુ ફેફસાના કોષની સપાટી પર આવેલો રિસેપ્ટર છે.  સંશોધકોના જણાવ્યા અનુસાર ટીએમપીઆરએસએસટુ નામનો બીજો સેલ્યુલર પ્રોટીન સ્પાઇક પ્રોટીનને કાપી વાઇરસને કોષના પડદામાં ઘૂસવાની સવલત કરી આપે છે.

આ રિસેપ્ટર પ્રોટીન પ્રોસ્ટેટ કેન્સરના વિકાસમાં તેની ભૂમિકા ભજવવા માટે જાણીતો છે વિજ્ઞાાનીઓના જણાવ્યા અનુસાર પ્રોસ્ટેટ કેન્સરની સારવાર માટે મંજૂર કરવામાં આવેલી સારવારમાં તેને બ્લોક કરવાની દવા મોજૂદ છે જેનો હાલ કોરોનાની સારવારમાં ઉપયોગ કરવા માટે ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here