બાબરી કેસ : આરોપીઓના છૂટકારા સામેની અપીલની સુનાવણી પખવાડિયા પછી

– ટ્રાયલ જજ કાવતરાના પુરાવાને યોગ્ય સંદર્ભમા મૂલવી શક્યા નહિ : અરજદારો

લખનૌ, તા. 13 જાન્યુઆરી 2021, બુધવાર

અલ્લાહાબાદ હાઇકોર્ટે બાબરી મસ્જિદ ધ્વંશ કેસમાં ભાજપના પીઢ નેતાઓ એલ.કે. અડવાણી અને ડો. મુરલી મનોહર જોષી સહિતના તમામ ૩૨ આરોપીઓના નિર્દોષ છૂટકારા સામે કરાયેલી અરજીની સુનાવણીને પખવાડિયા માટે મુલતવી રાખી છે. 

કોર્ટની લખનૌ બેન્ચે અરજદારોએ એમની કેસ ફાઇલમાં રહેલી થોડી ક્ષતિઓને દૂર કરવા માટે સમય માગતા સુનાવણીને મોકુફ રાખી. ન્યાયમૂર્તિ રાકેશ શ્રીવાસ્તવની બેન્ચે સમક્ષ આ કેસની સુનાવણી થઇ રહી છે. 

અયોધ્યામાં વસતા હાજી મહમુદ અહમદ અને સઇદ અખલાક અહમદ નામના બે નાગરિકોએ કોર્ટને તા.૮ જાન્યુઆરીએ અરજી સુપરત કરી છે. બાબરી મસ્જિદ પગલાં સમિતિના સંયોજક ઝફરયાબ જિલાનિ અરજદારોના ધારાશાસ્ત્રી છે. 

જિલાનિએ અરજી સુપરત કરતા જણાવ્યુ કે સીબીઆઇએ 30 સપ્ટેમ્બરે આવેલા બાબરી મસ્જિદ ધ્વંસ કેસના ચુકાદા સામે હજી અપીલ કરી નહિ હોવાથી બે અયોધ્યાવાસીઓએ એ અંગે કોર્ટમાં ધા નાખી છે. અરજદારોએ પોતે કેસમાં સાક્ષી હોવાનો દાવો કર્યો છે. 

ટ્રાયલ જજે પુરાવારૂપે કોર્ટમાં અસલ દસ્તાવેજો રજુ નહિ કરાયા હોવાથી અખબારી કટિંગ અને વીડિયો ક્લિપને પુરાવારૂપે સ્વીકારવાનો ઇન્કાર કર્યો. આરોપીઓ મસ્જિદના માળખાને તોડી પાડનાર કારસેવકો સાથે માનસિક સ્તરે સંકળાયેલા હોવાના બાબતનો કોઇપુરાવો, સીબીઆઇ રજુ કરી શકી નહિ હોવાનું ન્યાયમુર્તિએ ઉમેર્યુ.

અરજદારોની દલીલ છે કે સીબીઆઇ કોર્ટ, રેકોર્ડ પર પુરતા પુરાવા હોવા છતાં આરોપીને ગુન્હેગાર ઠરાવી શકી નહિ અને એ રીતે એણે ભુલ કરી છે. ટ્રાયલ જજ કાવતરાના પુરાવાને યોગ્યપણે મુલવી શક્યા નહિ, એમ પણ અરજીમાં જણાવાયુ છે. 

ટ્રાયલ કોર્ટના રેકોર્ડને મંગાવી એના ચુકાદાને બાજુ પર મુકી  તમામ ૩૨ આરોપીઓને ગુન્હેગાર ઠરાવી યોગ્ય સજા કરવામાં આવે એવી માગણી અરજદારોએ કરી છે. 

કારસેવકોના જુથે ૧૬મી સદીની બાબરી મસ્જિદનું માળખુ ભગવાન રામના જન્મ સ્થળે બનાવાયુ હોવાની માન્યતાના આધારે ૬ ડિસેમ્બર ૧૯૯૧ના રોજ બાબરી મસ્જિદનો ધ્વંસ કર્યો.સુપ્રીમ કોર્ટે રામ જન્મભુમિ બાબરી મસ્જિદ સ્થળ વિવાદ કેસનો નવેમ્બર ૨૦૧૯માં આપેલ ચુકાદાથી વિવાદસ્પદ સ્થળે રામ મંદિર નિર્માણનો માર્ગ મોકળો થયો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here