બાબરા: સાદા ડ્રેસમાં આવીને મહિલા ફોજદારે મહિલાઓને લાકડી ફટકારી


– ભારે વિરોધ ઊઠતાં પોલીસવડાએ સસ્પેન્ડ કરવા પડ્યા, વીડિયો વાઇરલ થયો
– બુધવારી બજારમાં નાના ધંધાર્થીઓ પર ખાખીનો રોફ જમાવ્યો

બાબરા/અમરેલી, તા. 13 જાન્યુઆરી 2020, બુધવાર

બાબરામાં આજે બુધવારી બજારમાં પેટિયું રળવા આવેલી મહિલાઓ પર અહીંના મહિલા પીએસઆઈ સાદા ડ્રેસમાં આવીને એકાએક લાકડી લઈને તૂટી પડતાં ભારે ચકચાર મચી ગઈ હતી. મહિલા ફોજદારીએ મહિલાઓને લાકડી ફટકારતા હોવાનો વીડિયો પણ વાઇરલ થતાં પંથકમાં ભારે રોષની લાગણી જન્મી હતી. આ ઘટનાને લઈને ભારે વિરોધ ઊઠતાં છેવટે પોલીસવડાએ મહિલા પીએસઆઈને સસ્પેન્ડ કર્યા હોવાનું જાણવા મળ્યું હતું.

આજે સવારે શહેરના કાળુભાર નદી કાંઠા વિસ્તાર અને વોકર ઝોન સહિત બન્ને પુલ પર બજાર ભરાઈ હતી ત્યારે ટ્રાફિક પોલીસ અને ટીઆરબી સ્ટાફે  રોફ જમાવ્યો હતો. વેપારી વર્ગના ધંધારોજગાર અડચણરૂપ હોવાનું કહી સ્થળફેર કરાવ્યો હતો. રાજકોટ-ભાવનગર રોડ ઉપર વેપાર કરવા મોકલાયા બાદ ગણતરીની કલાકોમાં ત્યાંથી હટી જવા દમદાટી આપી હતી. 

પેટિયું રળવા આવેલા ગરીબ અને નાના વેપારી માટે ‘જાએ તો જાએ કહાં?’ તેવી સ્થિતિ સર્જાઈ હતી. એની વચ્ચે ત્યાં ગાયત્રી મંદિર નજીક એકઠી થયેલી વેપારી મહિલાવર્ગ ઉપર સ્થાનિક પોલીસ મથકના પીએસઆઈ દિપીકા ચૌધરીએ સિવિલ ડ્રેસમાં આવી લાકડી વડે આડેધડ માર માર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here