બનાસકાંઠા જીલ્લાના પતંગ બજારમાં મંદીનો માહોલ છવાયો

ડીસા તા.13 જાન્યુઆરી 2021, બુધવાર

કોરોનાએ સમગ્ર વિશ્વમાં તબાહી મચાવી છે. અને તેના અસર પતંગ બજાર પર પણ જોવા મળી રહી છે. કોરોનાને લઈ સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી ગાઈડલાઇનને લઈ ઉતરાયણ પહેલા પતંગ બજારમાં મંદી જોવા મળી રહી છે.

આ વર્ષની પતંગના વેપારીઓ એકદમ નવરા જોવા મળી રહ્યા છે. કોરોનાના લીધે સમગ્ર વિશ્વમાં આપવામાં આવેલા લોકડાઉનની સાથે સાથે ભારતમાં પણ બે માસ જેટલું લોકડાઉન આપવામાં આવ્યું હતું. અને બે માસના લોકડાઉન દરમ્યાન પતંગોનું ઉત્પાદન ઠપ્પ થઈ જતાં આ વર્ષે પતંગના ઉત્પાદનમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત પ્રશ્ચિમ બંગાળમાંથી આવતા વાંસની આવક પણ ઘટી જતાં પતંગના ઉત્પાદન પર તેની અસર જોવા મળી રહી છે. તો સરકાર દ્વારા ઉતરાયણના તહેવારને લઈ પ્રસિધ્ધ કરવામાં આવેલી ગાઈડલાઇનને લઈ લોકોએ પતંગ અને દોરીની ખરીદી કરવાનું ખૂબ જ ઓછું કરી દેતા પતંગ બજારમાં મંદી આવી હોવાનું વેપારીઓ અને ગ્રાહકો માની રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here