બજાજના રસ્તે પાર્લે-જી, જાહેરાતને લઇને કંપનીએ એવો નિર્ણય લીધો કે ટ્વિટર પર થઇ વાહ-વાહ

બજાજના રસ્તે પાર્લે-જી, જાહેરાતને લઇને કંપનીએ એવો નિર્ણય લીધો કે ટ્વિટર પર થઇ વાહ-વાહ

નવી દિલ્હી, તા. 12 ઓક્ટોબર 2020, સોમવાર

ટીઆરપી કૌભાંડ સામે આવ્યા બાદ કંપનીઓ આવી ચેનલો પર જાહેરાત આપવાને લઇને સાવચેત થઇ ગઇ છે. મોટા એડવટાઇડર્સ અને મીડિયા એજન્સીઓ હવે તે વાતને લઇને ગડમથલ કરી રહીં છે કે આવી ચેનલોમાં કેટલો કાપ મુકવામાં આવે. કેટલીક કંપનીઓએ નિર્ણય લીધો છે કે તેઓ આવી ચેનલોમાં જાહેરાત નહીં જે નફરતને પ્રોત્સાહન આપે છે. ઝેરીલા કન્ટેન્ટ બતાવે છે.

ઉલ્લેખનીય છે કે થોડાક દિવસ પહેલા બજાજ એટોના એમડી રાજીવ બજાજે ત્રણ ચેનલને બ્લેકલિસ્ટ કરવાની વાત કરી હતી. હવે પાર્લે પ્રોડક્ટ્સનું પણ કહેવું છે કે તેઓ કેટલીક ચેનલો પર જાહેરાતનો ખર્ચ ઓછો કરવા પર વિચાર કરી રહીં છે જેથી બીજી ચેનલમાં સ્પષ્ટ સંદેશ જાય. બજાજ અને પાર્લેના આ પગલાની સોશિયલ મીડિયા પર ઘણી પ્રશંસા થઇ રહીં છે.

કોવિડ-19ના કારણે પાર્લે-જી બિસ્કિટ બનાવતી કંપનીની હાજરી ટીવી પર જોવા મળી નહતી. કંપનીના વરિષ્ટ અધિકારી કૃષ્ણરાવ બુદ્ધે કહ્યું કે કંપની સમાજમાં ઝેર ઓકતા કંન્ટેટને પ્રસારિત કરતા સમાચાર ચેનલ પર જાહેરાત નહીં આપે. અમે એવી શક્યા શોધી રહ્યાં છીએ, જેમાં અન્ય જાહેરાતકર્તા એક સાથે આવે અને સમાચાર ચેનલો પર જાહેરાત આપવાના પોતાના ખર્ચ પર કાપ મુકે જેથી તમામ સમાચાર ચેનલોને સ્પષ્ટ સંદેશ મળે કે પોતાના કન્ટેન્ટમાં ફેરફાર કરે.

પાર્લેજી પહેલા ઉદ્યોગપતિ અને બજાજ એટોના એમડી રાજીવ બજાજે કહ્યું હતું કે તેમની કંપનીએ ત્રણ ન્યુઝ ચેનલને બ્લેકલિસ્ટ કરી છે. એક મજબુત બ્રાંડ તે પાયો છે જેના પર તમે એક મજબુત વ્યવસા ઉભો કરો છે. દિવસના અંતે એક ઉદ્યોગનો ઉદ્દેશ્ય પણ સમાજમાં કંઇક યોગદાન આપવાનો છે. અમારી બ્રાંડ ક્યારેય પણ એવી વસ્તુ સાથે જોડાયેલો નથી જે સમાજમાં ઝેર ઘોળવાનું કામ કરે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here