ફિનલેન્ડના ખૂબસૂરત વડાપ્રધાને લો કટ બ્લેઝર પહેરતા સોશ્યલ મીડિયા પર જાગ્યો વિવાદ

ફિનલેન્ડના ખૂબસૂરત વડાપ્રધાને લો કટ બ્લેઝર પહેરતા સોશ્યલ મીડિયા પર જાગ્યો વિવાદ

હેલસિંકી, તા. 18. ઓક્ટોબર 2020 રવિવાર

ફિનલેન્ડના યુવા અને ફેશનેબલ વડાપ્રધાન સના મરિન તેમના આકર્ષક દેખાવને લઈને ચર્ચામાં રહેતા હોય છે.તાજેતરમાં જ તેમણે લગ્ન કર્યા છે.

જોકે સના મરિને લો કટ બ્લેઝર પહેરીને પડાવેલી તસવીરથી સોશ્યલ મીડિયા પર ચર્ચા છેડાઈ ગઈ છે.ડિપ નેકલાઈન બ્લેઝરવાળી તસવીરનો કેટલાક યુઝર્સ વિરોધ કરી રહ્યા છે તો ઘણા તેનુ સમર્થન પણ કરી રહ્યા છે.સના મરિન માત્ર 34 વર્ષના છે અને દુનિયાના સૌથી ધનાઢ્ય પૈકીના એક દેશ ફિનલેન્ડના વડાપ્રધાન છે.

એક ફેશન મેગેઝિને તેમની લો કટ બ્લેઝર પહેરેલી તસવીર ફ્રન્ટ પેજ પર છાપી હતી.જેમાં તેમણે બ્લેઝરની નીચે શર્ટ પણ પહેર્યુ નહી હોવાનુ દેખાતુ હતુ.એ પછી સોશ્યલ મીડિયા પર બહેસ છેડાઈ હતી કે, વડાપ્રધાને આવા કપડા પહેરવા જોઈએ કે નહી.

જોકે ઘણા લોકો તેમના સમર્થનમાં આવ્યા હતા અને સપોર્ટ સના હેશટેગ સાથે તસવીરો પોસ્ટ કરવા માંડ્યા હતા.ફેશન મેગેઝિને એ બાદ ઈન્સ્ટાગ્રામ પર સના મરિનનો આ ફોટો પણ શેર કર્યો હતો.કેટલાકે કહ્યુ હતુ કે, પીએમ તરીકે આ પ્રકારના વસ્ત્રો પહેરવા યોગ્ય નથી.જ્યારે ફેશન મેગેઝિનના એડિટરે લખ્યુ હતુ કે, આ વિવાદ બતાવે છે કે, લોકો તસવીરમાં શું જુએ છે અને તે આવા લોકોના ચરિત્રનો પૂરાવો છે.જે નકારાણાત્મક ટિપ્પણીઓ આવી રહી છે તે સ્ત્રી જાતિ સામે પૂર્વગ્રહથી ગ્રસિત માનસિકતા દર્શાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here