પ્રેમિકાને અડધી રાત્રે મળવા ગયેલા પ્રેમીની ઘરવાળાઓએ કરી આખી રાત ધોલાઈ, સવારે બનાવી દીધો જમાઈ

પ્રેમિકાને અડધી રાત્રે મળવા ગયેલા પ્રેમીની ઘરવાળાઓએ કરી આખી રાત ધોલાઈ, સવારે બનાવી દીધો જમાઈ

નવી દિલ્હી, તા. 22 સપ્ટેમ્બર 2020, ગુરુવાર

ઉત્તરપ્રદેશના રામપુરમાં એક એવો મામલો પ્રકાશમાં આવ્યો છે. જેમાં અડધી રાત્રે પ્રેમિકાને મળવા પહોંચેલા પ્રેમીને પકડી ઘરવાળાઓએ ધોલાઈ કરી હતો. સાતમાં આસમાને પહોંચતેલા પરિવારજનોના ગુસ્સાને કારણે તેને એક રૂમમાં બંધ કરીને બરાબરનો મેથીપાક આપ્યો હતો. આખી રાત પ્રેમીને દરેક લોકોએ માર માર્યો હતો.

સવાર પડતા આરોપી યુવકને પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો હતો ત્યારે કેસના ચક્કરથી બચવા માટે અમુક લોકોએ સમાધાનનો રસ્તો અપનાવ્યો હતો. આખી રાત માર મારીને અધમૂઓ કરી દીધેલા યુવકને સવારે આ જ પરિવારે પોતાનો જમાઈ બનાવી દીધો.

આ બનાવ રામપુરના અઝીમનગર વિસ્તારમાં આવેલી સુમાલી ગામનો છે. જ્યાં યુવકની પ્રેમિકા રહે છે. જ્યારે સ્વાર વિસ્તારના ગદ્દી નગલી ગામનો રહેવાસી પ્રેમ સિંહને આ ગામની યુવતી લક્ષ્મી સાથે પ્રેમ પ્રકરણ ચાલતુ હતું. પ્રેમી ગત રાતે પણ 12 વાગ્યે પ્રેમિકાને મળવા પહોંચ્યો હતો.

જ્યારે પ્રેમિકાના ઘરવાળાને ખબર પડી તો તેઓ સતર્ક થઈ ગયા. તેમણે સમગ્ર મામલો જોયો. પ્રેમીને આ વાતની જાણ થાય તે પહેલા તેને ઝડપી લઈ એક રૂમમાં પુરી દઈને પ્રેમી પર દરેક લોકોએ હાથ સાફ કર્યો.

આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. જ્યાં યુવતીને પણ બોલાવામાં આવી હતી. પોલીસની સમજાવટથી અંતે બંનેના પરિવારને બોલાવી સમાધાનનો રસ્તો શોધી કાઢ્યો અને વાતચીત આગળ ચાલી. બંને પક્ષ રાજી થતાં લગ્ન કરવાનો વિચાર કર્યો. બાદમાં બંન્નેના લગ્ન કરાવી દીધા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here