પ્રહલાદનગર ફાયર ઓફીસર સહીત ૮ કર્મચારીઓને નોટીસ

     

  અમદાવાદ,બુધવાર,13 જાન્યુ,2021

શહેરના પ્રહલાદનગર ફાયર સ્ટેશનમાંથી સોમવારે શબવાહિની  ચોરવાની ઘટના બની હતી.આ ઘટનાને પગલે પ્રહલાદનગર
સ્ટેશનના ફાયર ઓફીસર સહીત આઠ ફાયરના કર્મચારીઓને શો-કોઝ નોટીસ ફટકારવામાં આવી છે.આ
નોટીસનો સંતોષકારક જવાબ ના આપનાર સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવાની પણ ચેતવણી
આપવામાં આવી છે.

આ ઘટનાની વિગત એવી છે કે,સોમવારે વહેલી પરોઢે સાડા ત્રણના સુમારે શહેરના પ્રહલાદનગર
ફાયર સ્ટેશનના પ્રાંગણમાં મુકવામાં આવેલી શબવાહિની ચોરી કરીને બાદમાં એને માનસી
સર્કલ પાસે છોડી દેવામાં આવી હતી.ફાયર સ્ટેશનમાં 
એ સમયે વોચમેન કેબિનમાં સ્ટાફ ફરજ ઉપર હાજર હતો.આમ છતાં ફરજ પરના સ્ટાફને
ઉંઘતા રાખી શબવાહિનીની ચોરી કરીને લઈ જવામાં આવતા ફાયર વિભાગમાં ખળભળાટ મચી જવા પામ્યો
હતો.

અમદાવાદ ફાયર વિભાગના સત્તાવારસૂત્રોમાંથી મળતી માહીતી
પ્રમાણે
,અમદાવાદ
ફાયર વિભાગ એ ઈમરજન્સી સર્વિસ છે.આ ઈમરજન્સી સર્વિસમાં કોઈપણ પ્રકારની ગંભીર
બેદરકારી ચલાવવામાં આવશે નહીં.શબવાહિની ચોરાવાની ઘટનામાં પ્રહલાદનગર ફાયર સ્ટેશનના
ફાયર ઓફીસર સહીત તમામ આઠ કર્મચારીઓને શો-કોઝ નોટીસ આપી તમામ પાસેથી તાત્કાલિક
ખુલાસો માંગવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here