પુતિનને પાર્કિન્સન નહી પણ કેન્સર, નવા વર્ષમાં રાષ્ટ્રપતિપદ છોડી દેશે

પુતિનને પાર્કિન્સન નહી પણ કેન્સર, નવા વર્ષમાં રાષ્ટ્રપતિપદ છોડી દેશે

મોસ્કો, તા.22 નવેમ્બર 2020, રવિવાર 

રશિયાની સંસદે પસાર કરેલા કાયદા પ્રમાણે તો રાષ્ટ્રપતિ તરીકે વ્લાદિમિર પુતિન 2036 સુધી રહી શકે છે પણ રશિયાના એક રાજકીય વિશ્લેશકે પુતિનને લઈને ચોંકાવનારો દાવો કર્યો છે.

આ વિશ્લેશકનુ કહેવુ છે કે, પુતિન નવા વર્ષની શરુઆતમાં રાષ્ટ્રપતિ તરીકે રાજીનામુ આપી દેશે અને તેનુ કારણ છે તેમની કથળી રહેલી તબિયત.પુતિનના ટીકાકાર અને વિશ્લેશક વેરલી સોલોવી પહેલા પણ કહી ચુક્યા છે કે, પુતિનને કેન્સર થયેલુ છે.

વેલરીએ પહેલા જોકે કહ્યુ હતુ કે, પુતિન પાર્કિન્સનથી પીડિત છે પણ એ પછી તેમણે દાવો કર્યો હતો કે, પુતિનને કેન્સર થયુ છે અને હાલમાં તેમની તબિયત પણ સારી નથી રહેતી.સાથે સાથે તેઓ સાઈકો ન્યૂરોલોજિકલ બીમારી સામે પણ ઝઝૂમી રહ્યા છે.જોકે હું ડોક્ટર નથી અને નૈતિક રીતે મને એ જણાવવાનો અધિકાર નથી એટલે હું એકદમ ચોક્કસ જાણકારી નહીં આપી શકુ.

વેલેરીએ અગાઉ કહ્યુ હતુ કે, આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં પુતિનની સર્જરી થઈ હતી.તેમના મતે જો પુતિન રાષ્ટ્રપતિ તરીકે રાજીનામુ આપે તો સંભવિત ઉમેદવારોના લિસ્ટમાં પુતિનની પુત્રી કેટરિના પણ સામેલ છે.જે હાલમાં રશિયાના આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પ્રોગ્રામને લીડ કરી રહી છે.આ પહેલા કેટરિના પર રશિયાની કોરોના વેક્સિનની ટ્રાયલ કરવામાં આવી હોવાનો દાવો પણ પુતિને કર્યો હતો.

પુતિન સિવાય આ વર્ષે પીએમ પદ પરથી રાજીનામુ આપનાર મેડવેડેવ પણ સંભવિત ઉમેદવારોમાં સામેલ છે.તાજેતરમાં રશિયાની સંસદમાં અન્ય એક બિલ પણ મંજૂરી માટે મુકાયુ હતુ અને તેની જોગવાઈ પ્રમાણે પૂર્વ રાષ્ટ્રપતિ કે તેમના પરિવારજનો પર કોઈ પણ જાતની પોલીસ કાર્યવાહી નહી થઈ શકે.જેના કારણે પણ પુતિન રાજીનામુ આપશે તેવી ચર્ચા તેજ બની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here