પાકિસ્તાન FATFનાં ગ્રે લિસ્ટમાં જ રહેશે, આતંકવાદ વિરૂધ્ધની કાર્યવાહીમાં નિષ્ફળ

પાકિસ્તાન FATFનાં ગ્રે લિસ્ટમાં જ રહેશે, આતંકવાદ વિરૂધ્ધની કાર્યવાહીમાં નિષ્ફળ

ઇસ્લામાબાદ, 18 ઓક્ટોબર 2020 રવિવાર

ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)એ આતંકવાદ સામે પાકિસ્તાનના નબળા વલણ અંગે સખત નારાજગી વ્યક્ત કરી છે. FATFના અધિકારીઓએ કહ્યું છે કે પાકિસ્તાન આતંક સામેની અમારી 27 કાર્યયોજનાઓમાંથી 6 મુખ્ય યોજનાઓને પૂર્ણ કરવામાં નિષ્ફળ ગયું છે. તેમાં ભારતમાં વોન્ટેડ આતંકવાદીઓ, મૌલાના મસુદ અઝહર અને હાફિઝ સઇદ સામે પગલાં ન લેવાનો પણ સમાવેશ થાય છે. આ પછી, હવે આ મહિને ફ્રાન્સની રાજધાની પેરિસમાં યોજાનારી આ FATFની બેઠકમાં પણ પાકિસ્તાન ગ્રે લીસ્ટમાં રહેશે તેવી જ સંભાવના છે.

ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)નું ડિજિટલ પૂર્ણ સત્ર 21-23 ઓક્ટોબરના રોજ પેરિસમાં યોજાશે. તે મની લોન્ડરિંગ અને ટેરર ફંડિંગ સામે લડવામાં વૈશ્વિક પ્રતિબદ્ધતાઓ અને ધોરણોને પૂરા કરવા અંગેનાં ઇસ્લામાબાદના પ્રદર્શનની સમીક્ષા કરશે. એવું માનવામાં આવી રહ્યું છે કે તેના નબળા વલણને કારણે, તેને ગ્રે યાદીમાં જ રાખવા માટે અંતિમ નિર્ણય લેવામાં આવશે.

ઘટનાક્રમ સાથે સંકળાયેલા એક અધિકારીએ કહ્યું કે FATF દ્વારા પાકિસ્તાનને  ટેરર ફંડિંગને સંપૂર્ણ રીતે રોકવા માટેની કુલ 27 કાર્યયોજના પૂર્ણ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી, જેમાંથી તેણે માત્ર 21 જ પૂરી કરી છે અને કેટલાક કાર્યો હજુ પૂરા કર્યા નથી. પાકિસ્તાને જે કાર્યવાહી પૂર્ણ કરી નથી તેમાં મસુદ અઝહર, હાફિઝ સઈદ અને ઝાકીર ઉર રેહમાન લખવી જેવા આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવાનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, FATFએ કડક નોંધ લીધી છે કે આતંકવાદ વિરોધી કાયદાનાં શેડ્યૂલ પાંચ હેઠળ, પાકિસ્તાનની 7,600 આતંકીઓની તેની અસલ  યાદીમાંથી અચાનક જ 4,000 નામો ગાયબ થઈ ગયા. અધિકારીએ કહ્યું કે આ સંજોગોમાં તે લગભગ નિશ્ચિત છે કે પાકિસ્તાન એફએટીએફની ગ્રે લિસ્ટમાં રહેશે.

આ ઉપરાંત, નોમિનેટ કરનારા ચાર દેશો – અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ અને જર્મની પણ પાકિસ્તાનમાં કાર્યરત આતંકવાદી સંગઠનો સામે કડક કાર્યવાહી કરવાની તેની પ્રતિબદ્ધતાથી સંતુષ્ટ નથી. અઝહર, સઈદ અને લખવી ભારતના ઘણા આતંકવાદી હુમલામાં સામેલ હોવાથી મોસ્ટ વોન્ટેડ આતંકવાદી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here