પાકિસ્તાનમાં મળ્યુ 1300 વર્ષ જુનુ વિષ્ણુ ભગવાનનુ મંદિર

પાકિસ્તાનમાં મળ્યુ 1300 વર્ષ જુનુ વિષ્ણુ ભગવાનનુ મંદિર

ઇસ્લામાબાદ, તા.22 નવેમ્બર 2020, રવિવાર 

પાકિસ્તાનના સ્વાત વેલી વિસ્તારમાંથી સંશોધકોને એક પ્રાચીન હિન્દુ મંદિરના અવશેષો મળી આવ્યા છે.આ મંદિર 1300 વર્ષ જુનુ હોવાનુ કહેવાય છે.

એવુ મનાય છે કે, આ મંદિર હિન્દુ શાસન દરમિયાન નિર્માણ પામ્યુ હતુ અને સંભવત રીતે તે ભગવાન વિષ્ણનુ મંદિર છે.હિન્દુ શાહી રાજવંશ કાબુલ શાહી રાજવંશ તરીકે પણ ઓળખાય છે.જેનુ આ વિસ્તાર પર 1300 વર્ષ અગાઉ શાસન હતુ.હિન્દુ શાહી રાજવંશનુ રાજ્ય કાબુલ ઘાટીથી લઈને ગાંધાર અને હાલના ઉત્તર પશ્ચિમ ભારત સુધી પથરાયેલુ હતુ.

સંશોધકોને ખોદકામ દરમિયાન આ મંદિર મળી આવ્યુ હતુ.ખોદકામ દરમિયાન મંદિરનો ચોકી પહેરો કરવા માટેના મિનારા અને સૈનિકોને રહેવા માટેની છાવણી તથા પાણીનો એક કુંડ પણ મળી આવ્યો છે.નિષ્ણાતોના કહેવા પ્રમાણે ભગવાન વિષ્ણુની પૂજા પહેલા ભાવિકો નહાવા માટે પાણીના આ કુંડનો ઉપયોગ કરતા હશે.આ સંશોધનમાં સામેલ ઈટાલિયન પુરાતત્વ વિદનુ કહેવુ છે કે, આ વિસ્તારમાં પહેલી વખત ગાંધાર સભ્યતાના મંદિરને શોધવામાં આવ્યુ છે.

સ્વાત વેલી એક હજાર કરતા વધારે વર્ષ જુના અવશેષોને ધરબીને બેઠી છે પણ મંદિરના અવશેષો મળ્યા હોય તેવુ પહેલી વખત થયુ છે.અહીંયા બૌધ્ધ ધર્મના ઉપાસના સ્થળો પણ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here