પતિ પર નપુંસકતાનો ખોટો આરોપ લગાવવો તે ક્રૂરતા સમાન છે: દિલ્હી હાઇકોર્ટ

પતિ પર નપુંસકતાનો ખોટો આરોપ લગાવવો તે ક્રૂરતા સમાન છે: દિલ્હી હાઇકોર્ટ

નવી દિલ્હી, 21 નવેમ્બર 2020 શનિવાર 

દિલ્હી હાઈકોર્ટે એક દંપતી વચ્ચે છૂટાછેડા અંગેનાં નીચલી અદાલતના હુકમને યથાવત રાખતા કહ્યું છે કે, કોઈ જીવનસાથી વિરૂધ્ધ નપુંસકતાના ખોટા આરોપો લગાવવું ક્રૂરતાના સમાન છે. આ કેસમાં અલગ રહેતી પત્નીએ તેના પતિ પર શારિરીક સંબંધ ન બાધવાનો આરોપ લગાવ્યો હતો. હાઈકોર્ટે પતિની સલાહની અરજી સ્વીકારી કે લેખિત નિવેદનમાં પત્ની દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપો ગંભીર છે અને તે વ્યક્તિની છબી પર અસર પાડવાની સાથે-સાથે તેની માનસિક સ્થિતિ પર પણ પ્રતિકૂળ અસર કરી શકે છે.

ન્યાયમૂર્તિ મનમોહન અને ન્યાયામૂર્તિ સંજીવ નરુલાની બેંચે કહ્યું, ‘તેથી, આ વિષય પરનાં કાયદાને ધ્યાનમાં રાખીને, અમને નીચલી અદાલતના તારણો અને અવલોકનોમાં કોઈ ખામી જણાતી નથી કે અપીલકર્તા (પત્ની)ના લેખિત નિવેદનમાં નપુંસકતા સાથે સંબંધિત આરોપો સ્પષ્ટપણે કાયદોનાં અતંર્ગત ક્રૂરતાની અવધારણામાં આવે છે.

હાઈકોર્ટે હિન્દુ લગ્ન કાયદા હેઠળ છૂટાછેડા માટે પતિની અરજી પર નીચલી અદાલતના આદેશ વિરૂધ્ધ મહિલાની અપીલ ફગાવી દેતા ચુકાદો આપ્યો હતો.

દંપતિના વિવાહ જૂન 2012માં થયો હતો. મહિલાના આ પહેલા લગ્ન હતા જ્યારે પુરૂષ તે સમયે ડિવોર્સી હતો. વ્યક્તિએ આ આધાર પર લગ્નને સમાપ્ત કરવાની અપીલ કરી હતી કે, મહિલાની કથિત રીતે શારિરીક સંબંધોમાં રૂચિ નથી અને વિવાહ માટે તેની મંજૂરી મહિલાની કથિત માનસિક અવસ્થાથી સંબંધિત તથ્યોને છુપાવીને લેવામાં આવી હતી. વ્યક્તિએ કહ્યું કે, જો તેને આ વાતની જાણકારી હોત તો તે આ વિવાહ માટે ક્યારે તૈયાર થયો ન હોત.

ત્યારબાદ મહિલાએ તેના જવાબમાં આરોપ લગાવ્યો કે તેનો પતિ નપુંસકતાની સમસ્યાથી પીડાઈ રહ્યો છે અને લગ્ન સંબંધ ન ચાલવા પાછળનું પણ આ જ વાસ્તવિક કારણ છે, ઉપરાંત સાસુ-વહુ ઝઘડો કરે છે અને દહેજની માંગ કરે છે. મહિલાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે સાસરીયાઓએ તેની સાથે દહેજની માંગણી સાથે નિર્દયતાથી વર્તન કર્યુ હતું અને તેના પતિએ તેની સાસુ-સસરાની સામે તેને ખૂબ જ માર માર્યો હતો.

મહિલાએ હાઇ કોર્ટમાં છૂટાછેડા આપવાની નીચલી અદાલતના આદેશને રદ કરવા અને વૈવાહિક અધિકારને પુનસ્થાપિત કરવાની માંગ કરી અને કહ્યું કે તે આ વૈવાહિક જોડાણને બચાવવા માંગે છે. આ અંગે હાઈ કોર્ટે કહ્યું કે નિષ્ણાતની જુબાનીને આધારે નીચલી અદાલતે મહિલાના આરોપોને નકારી કાઢ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here