પંચમહાલ જિલ્લામાં 21 વ્યક્તિઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

પંચમહાલ જિલ્લામાં 21 વ્યક્તિઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

ગોધરા તા.22 નવેમ્બર 2020 રવીવાર

પંચમહાલ જિલ્લામાં તા. 22 ના રોજ કોરોના સંક્રમણના નવા 21  કેસ મળી આવ્યા હતા.જિલ્લામાં કોરોના સંક્રમણના કુલ કેસની સંખ્યા 3032  ને પાર થઇ હતી.જિલ્લામાં સક્રિય દર્દીઓ 155 રહ્યા છે.

પંચમહાલ જિલ્લામાં  તા.૨૨ના રોજ  કોવિડ-19  સંક્રમણના 21  નવા કેસ મળી  આવ્યા હતા.જિલ્લામાં  સંક્રમણના કુલ કેસની સંખ્યા 3032  થવા પામી છે. ૦૯ દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હાલની સ્થિતિએ જિલ્લામાં સક્રિય દર્દીઓ 155 રહ્યા છે.જેમની સારવાર હાથ ધરી  રહી છે. 

નવા મળી આવેલા કેસોમાંથી શહેરી વિસ્તારોમાંથી 13  કેસો મળી આવ્યા છે.જે પૈકી ગોધરામાંથી 4 , હાલોલમાંથી 8 કેસ અને કાલોલમાંથી 1  કેસ મળી આવ્યા છે. શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ 2205  કેસ નોંધાયા છે.ગ્રામ્ય વિસ્તારોમાંથી આજે  8 કેસ મળી આવ્યા છે.હાલોલ ગ્રામ્યમાંથી 5, ઘોઘંબા ગ્રામ્યમાંથી 2 અને શહેરા ગ્રામ્યમાંથી 1 કેસ મળી આવ્યા છે. 

જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી મળી આવેલ કેસોની સંખ્યા 827 થવા પામી છે.સારવાર બાદ સાજા થતા આજે કુલ 9 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.હોસ્પિટલમાંથી રજા મેળવનાર દર્દીઓની કુલ સંખ્યા ૨૭૫૬ થવા પામી છે. જિલ્લામાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 155  થઈ છે.જેમની સારવાર ચાલી રહી છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here