ન્યૂયોર્ક ટાઈમ્સનાં ૧૦૦ નોંધપાત્ર પુસ્તકોમાં ત્રણ ભારતીય લેખકોની બુકનો સમાવેશ

ન્યૂયોર્ક ટાઈમ્સનાં ૧૦૦ નોંધપાત્ર પુસ્તકોમાં ત્રણ ભારતીય લેખકોની બુકનો સમાવેશ


(પીટીઆઈ) ન્યૂયોર્ક, તા. ૨૧
અમેરિકાના વિખ્યાત અખબાર ધ ન્યૂયોર્ક  ટાઈમ્સે ૨૦૨૦ના વર્ષના ૧૦૦ શ્રેષ્ઠ પુસ્તકોની યાદી જાહેર કરી હતી. એ યાદીમાં ભારતના ત્રણ લેખકોના પુસ્તકોનો સમાવેશ થયો હતો.
અમેરિકન અખબાર ધ ન્યૂયોર્ક ટાઈમ્સે ૨૦૨૦ના વર્ષના ૧૦૦ વાંચવાલાયક પુસ્તકોની યાદી જાહેર કરી હતી. એમાં અમેરિકાના પૂર્વ પ્રમુખ બરાક ઓબામાના પુસ્તક અ પ્રોમિસ્ડ લેન્ડનો પણ સમાવેશ કરાયો હતો.
એ ઉપરાંત ત્રણ ભારતીય લેખકોના પુસ્તકોનો પણ એમાં સમાવેશ થયો હતો. મેઘા મજૂમદારના પુસ્તક ધ બર્નિંગને આ યાદીમાં સ્થાન મળ્યું હતું. આ પુસ્તક ભારતીય મહાનગરોમાં આતંકવાદી ઘટના પર આધારિત છે.
કેરળના પત્રકાર દીપા અનાપ્પરાના પુસ્તક જિન્ન પેટ્રોલ ઓન ધ પર્પલ લાઈનને પણ આ યાદીમાં સ્થાન અપાયું હતું. એ ડોમિનન્ટ કેરેક્ટર ઃ ધ રેડિકલ સાયન્સ એન્ડ રેસ્ટલેસ પોલિટિક્સ ઓફ જેબીએસ હેલ્ડેન નામના પુસ્તકનો ન્યૂયોર્ક ટાઈમ્સના વાંચવાલાયક લિસ્ટમાં સમાવેશ કરાયો હતો. આ પુસ્તક સામંત સુબ્રમણ્યમે લખ્યું છે.
દુનિયાભરના ફિક્શન, નોન ફિક્શન અને કવિતાના પુસ્તકોમાંથી દર વર્ષે ન્યૂયોર્ક ટાઈમ્સ ૧૦૦ પુસ્તકો પસંદ કરીને યાદી જાહેર કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here