નવા સપ્તાહમાં સેન્સેક્સ 44777 થી 43000 વચ્ચે ફંગોળાશે

નવા સપ્તાહમાં સેન્સેક્સ 44777 થી 43000 વચ્ચે ફંગોળાશે

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, તા. 21 નવેમ્બર 2020, શનિવાર

કોરોના  વાઈરસના સંક્રમણમાં વિશ્વભરમાં ફરી થઈ રહેલા વધારા અને બીજા, ત્રીજા વેવમાં વધતાં કેસોએ વિશ્વની ચિંતા વધારી છે, ત્યારે કોરોના વાઈરસના પ્રતિરોધક માટે વેક્સિન ડેવલપમેન્ટમાં પણ થઈ રહેલી સારી પ્રગતિ અને અમેરિકા, યુરોપમાં અર્થતંત્રને રિકવરીના પંથે લાવવા વધુ મેગા સ્ટીમ્યુલસના પગલાં વિચારાઈ રહ્યા હોઈ વૈશ્વિક બજારોમાં મોટું ધોવાણ થતું અટક્યું છે. ભારતીય અર્થતંત્રને ફરી આર્થિક વિકાસની પટરી પર લાવવા મોદી સરકાર દ્વારા થઈ રહેલા સરાહનીય પ્રયાસોથી આગામી દિવસોમાં ભારતમાં વૃદ્વિની મોટી તકો જોઈ રહેલા ફોરેન ફંડો-ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો શેરોમાં અવિરત મોટાપાયે ખરીદદાર બન્યા છે. પરંતુ આર્થિક મોરચે હજુ અનેક પડકારો હોવાથી અને કોરોના સંક્રમણના નવા વેવમાં પરિસ્થિતિ કથળવાના સંજોગોમાં કોર્પોરેટ ઈન્ડિયાની કામગીરી પણ નબળી પડવાની શકયતાએ હજુ શેરોમાં ઉછાળે સાવચેતી રાખવી જરૂરી રહેશે. આગામી સપ્તાહ ડેરિવેટીવ્ઝમાં નવેમ્બર વલણના અંતનું સપ્તાહ હોવાથી તોફાની બની રહેવાની અને ઓવરબોટ પોઝિશન હળવી થવાના સંજોગોમાં અફડાતફડીનું બની રહેવાની શકયતા રહેશે. જેથી  આગામી સપ્તાહમાં સેન્સેક્સ ૪૪૭૭૭ થી ૪૩૦૦૦ અને નિફટી ૧૩૧૧૧ થી ૧૨૬૬૬ વચ્ચે ફંગોળાતા જોવાઈ શકે છે.

ડાર્ક હોર્સ : Swelect Energy Systems Ltd.

બીએસઈ(૫૩૨૦૫૧), એનએસઈ(SWELECTES) લિસ્ટેડ, રૂ.૧૦ પેઈડ-અપ, સ્વિલેક્ટ એનજીૅ સિસ્ટમ્સ લિમિટેડ (અગાઉ ન્યુમેરિક પાવર સિસ્ટમ્સ લિમિટેડ તરીકે ઓળખાતી ) (Swelect Energy Systems Ltd.), વર્ષ ૨૦૦૯માં ૧:૧ શેર બોનસ, વર્ષ ૨૦૧૯માં ૧:૨ શેર બોનસ આમ બે બોનસ ઈસ્યુ થકી કુલ ઈક્વિટીમાં  ૭૪.૯૧ ટકા બોનસ ઈક્વિટી ધરાવતી, કંપની ૩૫ વર્ષથી વધુ સમયથી વૈશ્વિક એનજીૅ માર્કેટમાં મજબૂત અસ્તિત્વ સાથે અગ્રણી સોલાર પાવર સિસ્ટમ્સ કંપનીઓમાં એક છે. સ્વિલેક્ટની પાયાની મજબૂતી ટેકનીકલ નિપૂણતા છે, જે સોલાર પીવી મોડયુલ્સ, સોલાર પીસીયુઝ, સર્વો સ્ટેબિલાઈઝર્સ, સ્ટ્રકચરલ અને ઈલેક્ટ્રિકલ બેલેન્સ ઓફ સિસ્ટમ્સ(બીઓએસ) જેવા કે મોડયુલ માઉન્ટિંગ સ્ટ્રકચર્સ(એમએમએસ), એજેબીઝ વગેરે માટે અત્યાધુનિક મેન્યુફેકચરીંગ સવલતોની મજબૂતી ધરાવે છે. કંપની મોટી ઈપીસી સાહસિક અને ઈન્ડિયન ક્લિન એનજીૅ માર્કેટમાં ઝડપી વિકસતી ઈન્ડિપેન્ડેન્ટ પાવર પ્રોડયુસર બની છે. સ્વિલેક્ટને બ્લુમબર્ગ ન્યુ એનજીૅ ફાઈનાન્સ(બીએનઈએફ) દ્વારા ટીયર વન સોલાર પીવી મોડયુલ મેન્યુફેકચરર તરીકે માન્યતા મળેલી છે. આ ઉપરાંત સ્વિલેક્ટને તેના સોલાર પીવી મોડયુલ્સ ઉચ્ચ એફિશિયન્સી પીઈઆરસી મોડયુલ્સ સહિત માટે બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ(બીઆઈએસ) તરફથી સર્ટિફિકેશન પણ મળેલા છે. કંપની ૩૫ વર્ષથી વધુ અનુભવ અને પાવર ઈલેક્ટ્રોનિક્સમાં નિષ્ણાંતોની ટીમ ધરાવે છે. કંપની તેના ગ્રાહકોને સાથે સતત તેમની ટેકનોલોજીકલ ઈન્નોવેશન થકી જરૂરીયાતને પહોંચી વળવા કામ કરે છે. 

મેન્યુફેકચરીંગ સવલતો : 

કંપની સોલાર પાવર પ્રોજેક્ટો નાના તેમ જ મોટા કદમાં અમલી બનાવવાનીસક્ષમતા ધરાવે છે. કંપની ૧૪૦ મેગાવોટની મેન્યુફેકચરીંગ ક્ષમતા ધરાવે છે, આ સાથે કંપનીએ ૧૫૦ મેગાવોટના મળીને ૯૦૦૦થી વધુ ઈન્સ્ટોલેશન્સ કર્યા છે. કંપનીના અત્યાધુનિક મેન્યુફેકચરીંગ પ્લાન્ટો બેંગ્લોર ડાબાસપેટ ખાતે સંપૂર્ણ ઓટોમેટેડ મેન્યુફેકચરીંગ સવલત ૧૪૦ મેગાવોટની ક્લાસ ૧,૦૦,૦૦૦ ડસ્ટ ફ્રી, ક્લિન-રૂમ, વિશ્વ કક્ષાની પીવી મોડયુલ એચએચવી સોલાર ટેકનોલોજીસ(એચએસટી) સવલત ધરાવે છે. કંપની તમિલ નાડુમાં સાલેમ ખાતે બેલેન્સ ઓફ સિસ્ટમ્સ(બીઓએસ) મેન્યુફેકચરીંગ સવલત ધરાવે છે. જે સંપૂર્ણ રેન્જના ઈલેક્ટ્રિકલ અને મેકેનિકલ બેલેન્સ ઓફ સિસ્ટમ્સ(બીઓએસ) સોલાર પીસીયુઝ, મોડયુલ માઉન્ટિંગ સ્ટ્રકચર્સ, એજેબીઝ, એસીડીબીઝ, ડીસીડીબીઝ વગેરે ધરાવે છે. આ પ્લાન્ટ ખાતે સ્થાપિત રોલ-ફોર્મિંગ મશીનો માસિક એમએમએસના ૧૦ મેગાવોટનીક્ષમતા દરેક ત્રણ દિવસે ૧ મેગાવોટ થુ્રપુટની ૨૦ વર્ષના આયુષ્ય સાથેની ધરાવે છે. આ સવલત સર્વો સ્ટેબિલાઈઝર્સ પણ ઓફર કરે છે. 

સ્વિલેક્ટ ટર્નકી સોલાર એક ઈપીસી કોન્ટ્રેકટર તરીકે ગ્રાહકોને તેમના પ્લાન્ટના કાર્યરત કરવાની ડિઝાઈનના કોન્સેપ્ટથી લઈને ખર્ચ ક્વોલિટી માપદંડો સહિતમાં મદદ કરે છે. જેમાં સાઈટ સર્વે અને ફિઝિબિલિટી સ્ટડી, વિગતે એન્જિનિયરીંગ ડિઝાઈન, મટીરીયલ-ઈક્વિપમેન્ટ પ્રોક્યોરમેન્ટ, પ્રોજેક્ટ એક્ઝિકયુશન, ટેસ્ટિંગ, ઈરેકશન અને કાર્યરક કરવા, ઓપરેશન અને મેઈન્ટેનન્સનો સમાવેશ છે. સોલરા પ્રોજેકટ ડેવલપર તરીકે સ્વિલેક્ટ મલ્ટિપલ યુટિલીટી ગ્રેડ સોલાર પ્રોજેક્ટસની માલિકી અને ઓપરેટ કરે છે.  આ પ્રોજેક્ટો વિવિધ રાજય અને નેશનલ સોલાર પ્રોગ્રામો હેઠળ સરકારી બોડીઝ  સાથે ટાય-અપ ધરાવે છે. આ સાથે કંપની સંપૂર્ણ રેન્જની સોલાર એનજીૅમાં ક્વોલિટી પ્રોડક્ટસ જેવી કે સોલાર ફોટોવોલેટિક મોડયુલ્સ-સ્માર્ટ પીવી મોડયુલ્સ, સોલાર ચાર્જ કંટ્રોલર્સ-એમપીપીટી અને  પીડબલ્યુએમ, હાઈ એફિશિયન્સી ઈન્વર્ટર્સ-ગ્રીડ ટાઈ, હાઈબ્રિડ, બી-ડાઈરેકશનલ, મીનિ ગ્રીડ, મોડયુલ માઉન્ટિંગ માટે એમએમએસ, સોલાર હોમ સિસ્ટમ્સ, એલઈડી લાઈટીંગ સોલ્યુશન્સ વગેરેનો સમાવેશ છે. આ સાથે ઓન-ગ્રીડ યુટિલીટી સ્કેલ એસપીવી પાર્કસ, ઓફ્ફ-ગ્રીડ અને હાઈબ્રિડ સિસ્ટમ્સ એનજીૅ સ્ટોરેજ સાથે, પ્રોજેક્ટ એક્ઝિક્યુશન, ટેસ્ટિંગ, ઈરેકશન અને કાર્યરત કરવા, ઓપરેશન અને મેઈન્ટેનન્સનો સમાવેશ છે.

સ્વિલેક્ટ સોલાર વોટર પમ્પિંગ સિસ્ટમ્સ ઓફર કરે છે, જે ઈન્સ્ટોલ કરવા અને ઓપરેટ કરવામાં સરળ રહે છે. સોલાર વોટર પમ્પિંગ સિસ્ટમ્સ ખર્ચ અસરકારક અને ઈકો-ફ્રેન્ડલી છે. કંપની ૧.૫ મેગાવોટ વિન્ડ ફાર્મ ધારાપુરમ-તમિલ નાડુમાં ધરાવે છે. સોલાર પાવર પાર્કસ-ઈપીસીમાં કંપનીએ ૩૦ મેગાવોટ સોલાર પાવર પ્લાન્ટ, કરૂર-તમિલનાડુમાં, ૧૦ મેગાવોટ સોલાર પાવર પ્લાન્ટ, ત્રિચી-તમિલ નાડુ, ૧૦ મેગાવોટ કુનિગલ-કર્ણાટકમાં , ૫.૨૫ મેગાવોટ, કરૂર-તમિલ નાડુમાં , ૩.૫ મેગાવોટ ઈરોડ-તમિલ નાડુમાં, ૨ મેગાવોટ તિરૂપુર-તમિલ નાડુ, ૧.૬૫ મેગાવોટ હોસુર-તમિલ નાડુ, ૧.૧ મેગાવોટ કોઈમ્બતુર-તમિલ નાડુમાં, ૧ મેગાવોટ, શિવાગંગાઈ-તમિલ નાડુમાં  બન્ને યુટિલીટી અને રૂફટોપ પ્રોજેક્ટોમાં વિવિધ ક્ષમતામાં કાર્યરત કર્યા છે. આ સાથે કંપની સોલાર ફલોટિંગ પ્લાન્ટ ભારતમાં આ પ્રકારના પ્રથમ ૧૦૦ કેડબલ્યુપી સીઆઈપીઈટી અમલી બનાવ્યો છે.  કંપનીએ તમિલ નાડુમાં અગ્રણી ડેરી પ્રોસેસીંગ યુનિટ માટે ૨.૪ મેગાવોટનો એસપીવી પાવર પ્લાન્ટ સફળતાપૂર્વક કાર્યરત કર્યો છે. આ સાથે સ્વિલેક્ટની બેંગ્લોરમાં એક અગ્રણી સોફટવેર કંપની દ્વારા તેના પ્રીફર્ડ ગ્રીન એનજીૅ પાર્ટનર તરીકે પસંદગી થઈ છે. કંપનીએ ઈસરો-ઈન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન માટે સફળતાપૂર્વક ૧.૬ મેગાવોટનો એસપીવી પ્લાન્ટ કાર્યરત કર્યો છે. જે અત્યાર સુધીના સૌથી પ્રતિષ્ઠિત ઈન્સ્ટોલેશનો પૈકી એક છે. કંપનીએ તમિલ નાડુમાં સ્પિનિંગ અને ટેક્સટાઈલ્સ ઉદ્યોગ માટે ૧૪ મેગાવોટના યુટીલિટી કદના એસપીવી પાવર પ્લાન્ટો સફળતાપૂર્વક કાર્યરત કર્યા છે. સ્વિલેક્ટ દ્વારા વિવિધ પ્રતિષ્ઠિત ગ્રાહકો મીનિ રત્ન-કેટેગરી વન પબ્લિક સેકટર એન્ટરપ્રાઈસીઝ સહિત માટે ૨૦ મેગાવોટ આઈપીપી પ્રોજેક્ટોનો ઉમેરો કર્યો છે. 

સબસીડિયરી :

કંપનીની સબસીડિયરી એમેક્સ એલોયઝ પ્રાઈવેટ લિમિટેડ ભારતની પ્રથમ ફાઉન્ડ્રી ગુ્રપ છે જે સ્ટીલ/આર્યન/ઈન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ એક છત્ર હેઠળ ઓફર કરે છે. આ સબસીડિયરી યુરોપમાંથી તેના વર્તમાન ગ્રાહકો અને નવા ગ્રાહકો પાસેથી નવા ઓર્ડરો મેળવ્યા છે. કંપની તેના કુલ વીજ વપરાશના ૮૦ ટકા રીન્યુએબલ એનજીૅનો ઉપયોગ કરે છે. આ સાથે રીક્લેઈમ્ડ સેન્ડના ૬૦ થી ૭૦ ટકા ઉપયોગ કરે છે. કંપની અન્ય સબસીડિયરીઓમાં સ્વિલેક્ટ એનજીૅ સિસ્ટમ્સ પીટીઈ લિ.-સિંગાપુર, સ્વિલેક્ટ ઈન્ક. યુ.એસ.એ., સ્વિલેક્ટ એનજીૅ સિસ્ટમ્સ એલએલસી, યુ.એસ.એ., સ્વિલેક્ટ સોલાર એનજીૅ પ્રાઈવેટ લિ., નોએલ મીડિયા એન્ડ એડવર્ટાઈજિંગ પ્રા. લિ.-ઈન્ડિયા, કે.જે.સોલાર સિસ્ટમ્સ પ્રા.લિ.-ઈન્ડિયા, સ્વિલેક્ટ પાવર સિસ્ટમ્સ પ્રા. લિ.-ઈન્ડિયા, સ્વિલેક્ટ ગ્રીન એનજીૅ સોલ્યુશન્સ પ્રા.લિ.-ઈન્ડિયાનો સમાવેશ છે. 

કોવિડ ૧૯ના કારણે પાવર ક્ષેત્રે સપ્લાય અને માંગની સ્થિતિ ખોરવાયા સાથે તમામ હિસ્સેદારો પર દબાણ વધ્યું છે. ઉદ્યોગમાં પણ ક્ષમતા ઉમેરામાં પીછેહઠ જોવાઈ છે. ભારતીય રીન્યુએબલ ઉદ્યોગમાં આ તમામ પડકારો છતાં સ્વિલેક્ટ વિકાસ કરતી રહી તેમના હિસ્સેદારોનું લાંબાગાળાના વૃદ્વિના સાતત્યના વિઝન સાથે હિતની રક્ષા કરી શકી છે.

બોનસ ઈસ્યુ :

 વર્ષ ૨૦૦૯માં ૧:૧ શેર બોનસ, વર્ષ ૨૦૧૯માં ૧:૨ શેર બોનસ

શેર હોલ્ડિંગ પેટર્ન :

પ્રમોટર્સ પાસે ૫૬.૩૭ ટકા, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો પૈકી સતિષચંદ્ર શાંતીલાલ દોશી પાસે ૧.૮૪ ટકા, હિતેષ સતિષચંદ્ર દોશી પાસે ૧.૨૮ ટકા, પ્રતિક્ષા સતિષચંદ્ર દોશી પાસે ૧.૮૫ ટકા, બી.જી.ગિરી પાસે ૧.૦૬ ટકા, કે.સતિષ પાસે ૧.૧૯ ટકા, કોર્પોરેટ બોડીઝ પાસે ૧.૭૯ ટકા અને રૂ.૨ લાખ સુધીની વ્યક્તિગત શેર મૂડીધારકો પાસે ૧૯.૨૦ ટકા છે. 

બુક વેલ્યુ :

માર્ચ ૨૦૧૬ના રૂ.૬૨૦.૨૯, માર્ચ ૨૦૧૭ના રૂ.૬૪૮.૧૫, માર્ચ ૨૦૧૮ના રૂ.૬૬૬.૧૫, માર્ચ ૨૦૧૯ના રૂ.૬૭૨.૩૯, માર્ચ ૨૦૨૦ના રૂ.૪૮૭, અપેક્ષિત માર્ચ ૨૦૨૧ના રૂ.૫૦૮ છે,  આ સાથે કંપની કેશ અને અન્ય ડેટ મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણ મૂલ્ય મળીને રૂ.૨૭૦ કરોડનું ધરાવે છે, જેનું શેર દીઠ મૂલ્ય  રૂ.૧૭૭ ઉમેરતાં માર્ચ ૨૦૨૧ની બુક વેલ્યુ રૂ.૬૮૫ અપેક્ષિત છે. 

નાણાકીય પરિણામ :

(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૧૯ થી માર્ચ ૨૦૨૦ : 

 કોન્સોલિડેટેડ ધોરણે ચોખ્ખી આવક રૂ.૨૨૭.૬૭ કરોડની તુલનાએ વધીને રૂ.૨૫૨.૨૧ કરોડ મેળવીને ચોખ્ખો નફો રૂ.૬.૮૨ કરોડની તુલનાએ ચોખ્ખી ખોટ રૂ.૧૦.૧૬ કરોડ નોંધાવી શેર દીઠ રૂ.૬.૭૧ ચોખ્ખી ખોટ હાંસલ કરી હતી.

(૨) પ્રથમ ત્રિમાસિક એપ્રિલ ૨૦૨૦ થી જૂન ૨૦૨૦ :

ચોખ્ખી આવક રૂ.૫૫.૭૦ કરોડની તુલનાએ વધીને રૂ.૬૩.૨૪ કરોડ મેળવીને ગત વખતની રૂ.૩.૪૨ કરોડની ચોખ્ખી ખોટની તુલનાએ આ વખતે ચોખ્ખો નફો રૂ.૧૧.૪૪ કરોડ નોંધાવી શેર દીઠ આવક રૂ.૭.૫૫ હાંસલ કરી હતી. 

(૨) બીજા ત્રિમાસિક જુલાઈ ૨૦૨૦ થી સપ્ટેમ્બર ૨૦૨૦ :

ચોખ્ખી આવક રૂ.૭૦.૪૫ કરોડની તુલનાએ ૨૬ ટકા ઘટીને રૂ.૫૨.૧૩ કરોડ મેળવીને ચોખ્ખો નફો રૂ.૫.૯૮ કરોડની તુલનાએ ૬૭ ટકા વધીને રૂ.૧૦.૧૬ કરોડ નોંધાવી શેર દીઠ ત્રિમાસિક આવક રૂ.૩.૯૫ થી વધીને રૂ.૬.૭૦ હાંસલ કરી છે.

(૩) પ્રથમ અર્ધવાર્ષિક એપ્રિલ ૨૦૨૦ થી સપ્ટેમ્બર ૨૦૨૦ :

ચોખ્ખી આવક રૂ.૧૧૫.૩૭ કરોડ મેળવીને ચોખ્ખો નફો રૂ.૨૧.૬૦ કરોડ નોંધાવી અર્ધવાર્ષિક શેર દીઠ આવક રૂ.૧૪.૨૫ હાંસલ કરી લીધી છે.

(૪) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૦ થી માર્ચ ૨૦૨૧ :

અપેક્ષિત ચોખ્ખી આવક રૂ.૨૩૨ કરોડ મેળવીને ચોખ્ખો નફો રૂ.૩૨ કરોડ મેળવીને પૂર્ણ વર્ષની શેર દીઠ આવક રૂ.૨૧.૧૨ અપેક્ષિત છે.

(૫) વેલ્યુએશન B :

ઉદ્યોગના સરેરાશ ૫૪ના પી/ઇ સામે કંપની છેલ્લા પાંચ વર્ષથી સરેરાશ ૧૩નો પી/ઈ મેળવી રહી હોઈ આટલો પી/ઈ આપીએ તો પણ રૂ.૨૭૫ને આંબી શકે, જે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈ વેલ્યુએશન સિંગલ B.

આમ (૧) ૫૬.૩૭ ટકા પ્રમોટર્સ હોલ્ડિંગ ધરાવતી (૨) વર્ષ ૨૦૦૯માં ૧:૧ શેર બોનસ, વર્ષ ૨૦૧૯માં ૧:૨ શેર બોનસ આમ બે બોનસ ઈસ્યુ થકી કુલ ઈક્વિટીમાં  ૭૪.૯૧ ટકા બોનસ ઈક્વિટી ધરાવતી (૩) ૩૫ વર્ષથી વધુ સમયથી વૈશ્વિક એનજીૅ માર્કેટમાં મજબૂત અસ્તિત્વ સાથે અગ્રણી સોલાર પાવર સિસ્ટમ્સ કંપનીઓમાં એક (૪) પ્રથમ અર્ધવાર્ષિક એપ્રિલ ૨૦૨૦ થી સપ્ટેમ્બર ૨૦૨૦ શેર દીઠ આવક રૂ.૧૪.૨૫ નોંધાવનાર (૫) અપેક્ષિત પૂર્ણ વર્ષ ૨૦૨૦-૨૧માં અપેક્ષિત શેર દીઠ આવક રૂ.૨૧.૧૨ અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૫૦૮, જે કેશ અને ડેટ મ્યુચ્યુઅલ ફંડોમાં ઈન્વેસ્ટમેન્ટ મૂલ્ય શેર દીઠ રૂ.૧૭૭ સાથે મળીને અપેક્ષિત રૂ.૬૮૫ સામે શેર અત્યારે રૂ.૧૨૯ ભાવે માત્ર ૬.૧૦ના પી/ઈએ ઉપલબ્ધ છે.

મનોજ શાહ : રીસર્ચ એનાલિસ્ટ(SEBI REG. NO. INH000000107) 

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલિસ્ટ છે :  ડિસ્કલોઝર કમ(વાચકોએ ખાસ નોંધ લેવી) ચેતવણી :  (૧)લેખક ઉપરોકત કંપનીઓના  શેરોમાં કોઈ રોકાણ ધરાવતા નથી. (૨) રીચર્સ માટેના અમારા સ્રોત જેમ કે બ્રોકિંગ હાઉસ, પ્રમોટર વ્યુઝ, વ્યકિતગત રીસર્ચ એનાલિસ્ટ, પોર્ટફોલિયો મેનેજમેન્ટ અથવા તેમની ટીમનું સીધું અથવા આડકતર ું હિત હોઈ શકે છે. (૩) રીચર્સના ભાવથી ૨૦ ટકા સ્ટોપ લોસ ખાસ કરીને જાળવવો, તે સલાહ અને ચેતવણી છે. (૪) વેલ્યુએશન H, BB, BBB, ટોપ ગેઈનર્સ આ બધી શકયતાઓ છે, તેથી લલચાઈને રોકાણ કરવું નહીં. (૫) સામાન્ય રીતે દર ૧૦ સ્ક્રીપમાંથી ૬ સ્ક્રીપ સાચી અને ચાર-૪ સ્ક્રીપ ખોટી પડે તે પ્રકારનું રીસર્ચ ઉત્તમ હોય છે.  (૬) ફીડબેક ઈ-મેઈલ : [email protected]માં જે જવાબો આપવામાં આવે છે, તેને પણ ઉપરોકત બધા પોઈન્ટ-મુદ્દાઓ લાગુ પડે છે. (૭) વાચક વર્ગ, રોકાણકાર વર્ગે  પોતાના વ્યક્તિગત નિર્ણય વ્યક્તિગત જોખમે લેવા. ગુજરાત સમાચારના લેખક, તંત્રી અને કોઈપણ વ્યકિત તમારી નુકશાની માટે જવાબદાર રહેશે નહીં. તેથી શેરબજારના રિસ્ક-જોખમને ઓળખીને રોકાણ કરવું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here