નવા સપ્તાહમાં સેન્સેક્સ 40777 થી 39111 વચ્ચે અથડાશે

નવા સપ્તાહમાં સેન્સેક્સ 40777 થી 39111 વચ્ચે અથડાશે

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, તા. 17 ઓક્ટોબર 2020, શનિવાર

કોરોના સંક્રમણનો યુરોપના દેશોમાં બીજો વેવ શરૂ થવો અને અમેરિકામાં પ્રેસીડેન્ટ ચૂંટણીની થઈ રહેલી તૈયારી વચ્ચે વૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે ગત સપ્તાહમાં નરમાઈ જોવાયા સાથે ભારતીય શેર બજારોમાં પણ એકાએક ગુરૂવારે આંચકો આવ્યો હતો. કોરોનાની અસરે વૈશ્વિક અર્થતંત્રને ડામાડોળ કર્યા સાથે ભારતીય અર્થતંત્રની હાલત પણ હાલ કફોડી કરી છે, કેન્દ્ર સરકારે રાજયોને જીએસટી એક્ત્રિકરણમાં ઘટને લઈને ચૂકવણી કરવા રૂ.એક લાખ કરોડનું ઋણ લેવાની ફરજ પડી રહી છે. આ માટે ઓપન માર્કેટ ઓપરેશનમાં આગામી સપ્તાહમાં રૂ.૧૦,૦૦૦ કરોડ ઊભા કરવાની તૈયારી અને લોન મોરેટોરિયમ મામલે પણ બેંકોની હાલત આગામી દિવસોમાં કફોડી થવાના અંદાજોએ આર્થિક મોરચે વધી રહેલી ભીંસને જોતાં શેર બજારોમાં સાવચેતી જરૂરી બની રહેશે. જીદની લડાઈમાં ફંડો અત્યારે બજારને નવી વિક્રમી ઊંચાઈ તરફ દોરી રહ્યા છે, પરંતુ પરિસ્થિતિની વાસ્તવિકતાને ધ્યાનમાં લેતાં ઈન્ડેક્સ બેઝડ તેજીના વેપારમાં ઉછાળે સાવચેતી અત્યંત જરૂરી બની રહેશે. એકાએક બજાર વધુ આંચકામાં મોટું કરેકશન આગામી દિવસોમાં બતાવે તો આશ્ચર્ય નહીં પામશો. કોર્પોરેટ પરિણામોની સીઝન પણ એકંદર સાધારણ થી નબળા પરિણામોની નીવડવાની શકયતા વચ્ચે તેજીમાં સાવચેતી જરૂરી રહેશે.

કંપની પરિણામોમાં બ્રિટાનીયા, એચડીએફસી લાઈફ, હિન્દુસ્તાન યુનિલિવર, બજાજ ફાઈનાન્સ, બજાજ ઓટો, નેસ્લે પર નજર

કંપનીઓના સપ્ટેમ્બર ૨૦૨૦ના અંતના બીજા ત્રિમાસિકના પરિણામોની સીઝનમાં હવે આગામી સપ્તાહમાં ૧૯,ઓકટોબર ૨૦૨૦ના બ્રિટાનીયા ઈન્ડસ્ટ્રીઝ, એચડીએફસી લાઈફ ઈન્સ્યોરન્સ કંપની, ૨૦,ઓકટોબર ૨૦૨૦ના હિન્દુસ્તાન યુનિલિવર, ૨૧,ઓકટોબર ૨૦૨૦ના બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, અલ્ટ્રાટેક સિમેન્ટતેમ જ ૨૨,ઓકટોબર ૨૦૨૦ના રોજ એશીયન પેઈન્ટસ, બજાજ ઓટો અને ૨૩,ઓકટોબર ૨૦૨૦ના નેસ્લ ઈન્ડિયા, ટેક મહિન્દ્રાના જાહેર થનારા પરિણામ પર નજર રહેશે. આંતરરાષ્ટ્રીય મોરચે હવે આગામી સપ્તાહમાં ચાઈનાના ૧૯,ઓકટોબર ૨૦૨૦ના ત્રીજા ત્રિમાસિકના આર્થિક વિકાસ-જીડીપી વૃદ્વિના જાહેર થનારા આંક અનેવૈશ્વિક મોરચે કોરોના સંક્રમણની સ્થિતિ સાથે આર્થિક રિકવરી પર વધી રહેલા દબાણને લઈ અમેરકા, યુરોપના દેશો દ્વારા સ્ટીમ્યુલસના સંભવિત પગલાં અને ખાસ અમેરિકામાં પ્રેસીડેન્ટ માટે યોજાનારી ચૂંટણીના ડેવલપમેન્ટ પર નજર રહેશે. આ પરિબળો-ઈવેન્ટસ વચ્ચે આગામી સપ્તાહમાં  સેન્સેક્સ ૪૦૭૭૭ થી ૩૯૧૧૧ વચ્ચે અને નિફટી ૧૧૯૯૯ થી ૧૧૫૫૫ વચ્ચે અથડાતાં જોવાઈ શકે છે. 

ડાર્ક હોર્સ : કેએસબી લિમિટેડ

બીએસઈ(૫૦૦૨૪૯), એનએસઈ(KSB) લિસ્ટેડ, રૂ.૧૦ પેઈડ-અપ, વર્ષ ૧૯૮૩માં ૪:૫ શેર બોનસ, વર્ષ ૧૯૮૬માં ૧:૧, વર્ષ ૧૯૮૯માં ૧:૧, વર્ષ ૧૯૯૬માં ૧:૧ અને વર્ષ ૨૦૧૧માં ૧:૧ શેર બોનસ આમ પાંચ બોનસ ઈસ્યુ થકી કુલ ઈક્વિટીમાં ૯૭.૫૨ ટકા બોનસ ઈક્વિટી ધરાવતી, કેએસબી લિમિટેડ(KSB LTD.) ક્લેઈન સ્કેન્ઝલીન એન્ડ બેકર(કેએસબી) જર્મનીની ભારતીય એસોસીયેટ કંપની છે. કંપનીમાં ફોરેન પ્રમોટર કેનેડિયન કેય પમ્પસ ૪૦.૫૪ ટકા હોલ્ડિંગ ધરાવે છે. જ્યારે ભારતીય પ્રમોટર ૨૫.૮૬ ટકા મળીને કુલ ૬૬.૪ ટકા પ્રમોટર હોલ્ડિંગની કંપની છે. કેએસબી એ વિશ્વની અગ્રણી પમ્પસ, વાલ્વસ અને સિસ્ટમ્સ સપ્લાય કરતી કંપનીઓમાં એક છે. વર્ષ ૧૮૭૧માં જર્મનીમાં શરૂ થયેલી કેએસબી એજી ૧૯ મેન્યુફેકચરીંગથી વધુ સ્થળોએ સવલતો અને વિશ્વવ્યાપી ૫૧ ઓપરેટીંગ કંપનીઓ ધરાવે છે અને ૧૦૦થી વધુ દેશોમાં વેચાણ, ૨.૨ અબજ યુરોની આવક અને ૧૬૦૦૦થી વધુ કર્મચારીઓ ધરાવે છે. 

ભારતમાં વર્ષ ૧૯૬૦માં સ્થાપીત થયેલી અને સબમર્સિબલ મોટર પમ્પસેટ્સના ઉત્પાદનથી શરૂ થયેલી કંપની વોટર, વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ, પ્રોસેસ ઈન્ડસ્ટ્રીઝ, ન્યુક્લિયર પાવર સ્ટેશનો, કન્સ્ટ્રકશન, ઓઈલ-ગેસ ક્ષેત્રે ઉપયોગી પમ્પસના મેન્યુફેકચરીંગ ક્ષેત્રે પ્રવૃત છે. કંપનીના ઉત્પાદનોમાં સેન્ટ્રીફયુજલ એન્ડ સકશન પમ્પસ, હાઈ પ્રેશર મલ્ટિસ્ટેજ પમ્પસ, ઈન્ડસ્ટ્રીયલ ગેટ, ગ્લોબ, ચેક વાલ્વસ, સબમર્સિબલ મોટર પમ્પસ, મોટોબ્લોક અને મીની મોનોબ્લોક પમ્પસ, હાઈડ્રો ન્યુમેટિક સિસ્ટમ્સ અને કંટ્રોલ વાલ્વસનો સમાવેશ છે. ભારતમાં કેએસબી ત્રણ કંપનીઓ ધરાવે છે, જેમાં કેએસબી લિમિટેડ, કેએસબી ટેક પ્રાઈવેટ લિમિટેડ અને એમઆઈએલ કંટ્રોલ્સ લિમિટેડનો સમાવેશ છે. 

કંપનીના ઉત્પાદનો-સોલ્યુશન્સમાં વોટર-સબમર્સિબલ મોટર પમ્પસ(બોરવેલ પમ્પસ)માં ભારતમાં ૩(૭૫એમએમ) થી ૧૪(૩૫૦ એમએમ) સાઈઝ અને ૦.૫ હોર્સ પાવરથી ૧૫૦ હોર્સ પાવર પ્રોડક્ટ રેન્જ સાથે અગ્રણી છે. કંપની સોલાર પાવર રેન્જ પણ ધરાવે છે. મ્યુનિસિપલ સીવેજ અને ઈન્ડસ્ટ્રીયલ એફલ્યુઅન્ય-વેસ્ટ વોટર ટ્રીટમેન્ટમાં કંપની સોલ્યુશન્સ, પમ્પસ, વાલ્વસ, ઓટોમેશન, ડ્રાઈવ્ઝ અને સિસ્ટમ્સ પૂરી પાડે છે.

 પ્રોસેસ ઈન્ડસ્ટ્રીમાં કંપની અસાધારણ ટેમ્પરેચર્સ, હાઈ પ્રેશર અને કોરોસનમાં કેએસબી પમ્પ્સ અને વાલ્વસ એસીડ્સ, લાયસ, રિન્સિંગ વોટર અથવા સ્લજ, સેન્ડી વોટર, ફયુલ ગેસ અથવા અન્ય જલદ પદાર્થોને વહન માટે પૂરા પાડે છે. જે કેમિકલ, પેટ્રોકેમિક અથવા ફાર્માસ્યુટિકલ્સ આર્યન એન્ડ સ્ટીલ, રીફાઈનરીઝ, ફૂડ પ્રોસેસીંગ યુનિટો તેમ જ માઈનીંગ ઈન્ડસ્ટ્રીઝ અને સેન્ડ ઉદ્યોગોની જરૂરીયાત પૂરી કરે છે. 

એનજીૅ-ન્યુક્લિયર પાવર સ્ટેશનો માટે કેએસબી પાવર સ્ટેશન પમ્પસ પ્રાઈમરી અને સેકન્ડરી સર્કિટ્સમાં વિશ્વસનીય સર્વિસ પૂરી પાડે છે. કંપનીના પાવર સ્ટેશન પમ્પસ અને હાઈ-પ્રેશર વાલ્વસ ન્યુક્લિયર અને ફોસિલ-ફયુલ્ડ પાવર સ્ટેશનોમાં ઉપયોગ માટે અનૂકૂળ છે.

કન્સ્ટ્રકશનમાં કંપની ખાનગી અને કમર્શિયલ બિલ્ડિંગ્સની સર્કયુલેશન પમ્પસ, પ્રેશર બુસ્ટિંગ યુનિટ્સ, ડ્રેઈનેજ અને વેસ્ટ વોટર પમ્પસ થી વાલ્વસની જરૂરીયાત પૂરી કરે છે. કંપનીના પમ્પસ વિશ્વભરમાં ગગનચુંબી-સ્કાયસ્ક્રેપર ઈમારતોમાં ઉપયોગમાં લેવાય છે, જેમાં વિશ્વના સૌથી ઊંચા ટાવર બુર્જ દુબઈનો પણ સમાવેશ છે. 

ઓઈલ-ગેસ ક્ષેત્રે પણ કંપની અલ્ટિમેટ ટેકનોલોજી પૂરી પાડે છે. કંપનીના પમ્પસ અને વાલ્વસ ઓઈલના વહનમાં ઉપયોગમાં લેવાય છે. આ સાથે કેએસબી સર્વિસિઝ પૂરી પાડવા સાથે કેએસબી ઓરિજનલ સ્પેર પાર્ટસ પૂરા પાડે છે. 

શેર હોલ્ડિંગ પેટર્ન : 

પ્રમોટર્સ ફોરેન પ્રમોટર કેનેડિયન કેય પમ્પસ પાસે ૪૦.૫૪ ટકા અને ભારતીય પ્રમોટર પાસે ૨૫.૮૬ ટકા મળીને કુલ ૬૬.૪ ટકા પ્રમોટર્સ હોલ્ડિંગ, મ્યુચ્યુઅલ ફંડો પાસે ૭.૫૬ ટકા પૈકી રિલાયન્સ કેપિટલ ટ્રસ્ટી કંપની-નિપ્પોન ઈન્ડિયા ટેક્ષ સેવર ફંડ પાસે ૪.૫૭ ટકા, સુંદરમ મ્યુચ્યુઅલ ફંડ પાસે ૨.૭૨ ટકા, અલ્ટરનેટ ઈન્વેસ્ટમેન્ટ ફંડસ પાસે ૧.૪૨ ટકા પૈકી વેન્ટેજ ઈક્વિટી ફંડ પાસે ૧.૦૪ ટકા, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો પાસે ૩.૫૬ ટકા પૈકી પાઈનબ્રિજ ઈન્વેસ્ટમેન્ટ જીએફ મોરિશિયસ પાસે ૨.૭૪ ટકા, ઈન્સ્યોરન્સ કંપનીઓ પાસે ૩.૫૦ ટકા પૈકી બજાજ અલાયન્ઝ લાઈફ ઈન્સ્યોરન્સ કંપની પાસે ૩.૪૭ ટકા, થાયસીનક્રુપ ઈન્ડસ્ટ્રીઝ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ પાસે ૩.૧૦ ટકા છે. જ્યારે રૂ.૨ લાખ સુધીની વ્યક્તિગત શેર મૂડી ધારકો પાસે ૧૦.૮૭ ટકા છે. 

બુક વેલ્યુ :

ડિસેમ્બર ૨૦૧૬ના રૂ.૧૭૦.૦૬, ડિસેમ્બર ૨૦૧૭ના રૂ.૧૯૦.૩૪, ડિસેમ્બર ૨૦૧૮ના રૂ.૨૦૪.૯૧, ડિસેમ્બર ૨૦૧૯ના રૂ.૨૨૪.૨૯, અપેક્ષિત ડિસેમ્બર ૨૦૨૦ના રૂ.૨૪૭.૫૬

નાણાકીય પરિણામ : 

ડિસેમ્બર અંતનું નાણાકીય વર્ષ કંપની ધરાવે છે.

(૧) પૂર્ણ વર્ષ જાન્યુઆરી ૨૦૧૯ થી ડિસેમ્બર ૨૦૧૯  :

ચોખ્ખી આવક રૂ.૧૦૯૮.૧૦ કરોડની તુલનાએ વધીને રૂ.૧૨૯૩.૯૦ કરોડ મેળવીને ૭.૫૬ ટકા એનપીએમ થકી ચોખ્ખો નફો રૂ.૭૪ કરોડની તુલનાએ વધીને રૂ.૯૭.૮૦ કરોડ મેળવીને શેર દીઠ આવક રૂ.૨૧.૨૬ થી વધીને રૂ.૨૮.૧૦  હાંસલ કરી હતી. 

(૨) બીજા ત્રિમાસિક એપ્રિલ ૨૦૨૦ થી જૂન ૨૦૨૦ :

ચોખ્ખી આવક રૂ.૩૦૧.૮૦ કરોડની તુલનાએ ઘટીને રૂ.૨૧૮.૯૦ કરોડ મેળવીને એનપીએમ ૩.૪૫ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૨૭.૮૦ કરોડની તુલનાએ ઘટીને રૂ.૭.૮૦ લાખ નોંધાવી શેર દીઠ ત્રિમાસિક આવક ૭.૯૯ થી ઘટીને રૂ.૨.૨૪ હાંસલ કરી હતી.

(૩) પ્રથમ અર્ધવાર્ષિક જાન્યુઆરી ૨૦૨૦ થી જૂન ૨૦૨૦ :

ચોખ્ખી આવક રૂ.૫૯૧.૧૦ કરોડની તુલનાએ ઘટીને રૂ.૪૭૫.૯૦ કરોડ મેળવીને એનપીએમ ૪.૭૦ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૪૩.૫૦ કરોડ થી ઘટીને રૂ.૨૩.૩૦ કરોડ નોંધાવી શેર દીઠ આવક રૂ.૧૨.૫૦ થી ઘટીને રૂ.૬.૭૦ હાંસલ કરી છે. 

(૪) અપેક્ષિત પૂર્ણ વર્ષ જાન્યુઆરી ૨૦૨૦ થી ડિસેમ્બર ૨૦૨૦ :

અપેક્ષિત પૂર્ણ વર્ષની આવક રૂ.૧૧૭૫ કરોડ થકી ચોખ્ખો નફો રૂ. ૮૧ કરોડ મેળવીને શેર દીઠ પૂર્ણ વર્ષની કમાણી રૂ.૨૩.૨૭ અપેક્ષિત છે. 

(૫) વેલ્યુએશન B :

પમ્પસ ઉદ્યોગના સરેરાશ૧૨.૨૪ના પી/ઈ સામે આ મલ્ટિનેશનલ કંપની સામાન્ય રીતે ૨૫થીવધુ પી/ઈ મેળવી રહી હોઈ આટલો જ પી/ઈ આપીએ તો પણ શેર રૂ.૫૮૦ને આંબી શકે, એ માટે વેલ્યુએશન સિંગલ B.

આમ(૧) વર્ષ ૧૯૮૩માં ૪:૫ શેર બોનસ, વર્ષ ૧૯૮૬માં ૧:૧, વર્ષ ૧૯૮૯માં ૧:૧, વર્ષ ૧૯૯૬માં ૧:૧ અને વર્ષ ૨૦૧૧માં ૧:૧ શેર બોનસ આમ પાંચ બોનસ ઈસ્યુ થકી કુલ ઈક્વિટીમાં ૯૭.૫૨ ટકા બોનસ ઈક્વિટી ધરાવતી (૨) ફોરેન પ્રમોટર કેનેડિયન કેય પમ્પસ ૪૦.૫૪ ટકા હોલ્ડિંગ અને ભારતીય પ્રમોટર ૨૫.૮૬ ટકા મળીને કુલ ૬૬.૪ ટકા પ્રમોટર હોલ્ડિંગ ધરાવતી (૩) પૂર્ણ નાણાકીય વર્ષ જાન્યુઆરી ૨૦૨૦ થી ડિસેમ્બર ૨૦૨૦માં અપેક્ષિત શેર દીઠ આવક રૂ.૨૩.૨૭ અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૨૪૭.૫૬ સામે શેર એનએસઈ, બીએસઈ પર રૂ.૪૬૦.૫૫ ભાવે ૧૯.૭૯ના પી/ઈએ ઉપલબ્ધ છે. 

મનોજ શાહ : રીસર્ચ એનાલિસ્ટ(SEBI REG. NO. INH000000107) 

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલિસ્ટ છે :  ડિસ્કલોઝર કમ(વાચકોએ ખાસ નોંધ લેવી) ચેતવણી :  (૧)લેખક ઉપરોકત કંપનીઓના  શેરોમાં કોઈ રોકાણ ધરાવતા નથી. (૨) રીચર્સ માટેના અમારા સ્રોત જેમ કે બ્રોકિંગ હાઉસ, પ્રમોટર વ્યુઝ, વ્યકિતગત રીસર્ચ એનાલિસ્ટ, પોર્ટફોલિયો મેનેજમેન્ટ અથવા તેમની ટીમનું સીધું અથવા આડકતર ું હિત હોઈ શકે છે. (૩) રીચર્સના ભાવથી ૨૦ ટકા સ્ટોપ લોસ ખાસ કરીને જાળવવો, તે સલાહ અને ચેતવણી છે. (૪) વેલ્યુએશન H, BB, BBB, ટોપ ગેઈનર્સ આ બધી શકયતાઓ છે, તેથી લલચાઈને રોકાણ કરવું નહીં. (૫) સામાન્ય રીતે દર ૧૦ સ્ક્રીપમાંથી ૬ સ્ક્રીપ સાચી અને ચાર-૪ સ્ક્રીપ ખોટી પડે તે પ્રકારનું રીસર્ચ ઉત્તમ હોય છે.  (૬) ફીડબેક ઈ-મેઈલ : [email protected]માં જે જવાબો આપવામાં આવે છે, તેને પણ ઉપરોકત બધા પોઈન્ટ-મુદ્દાઓ લાગુ પડે છે. (૭) વાચક વર્ગ, રોકાણકાર વર્ગે  પોતાના વ્યક્તિગત નિર્ણય વ્યક્તિગત જોખમે લેવા. ગુજરાત સમાચારના લેખક, તંત્રી અને કોઈપણ વ્યકિત તમારી નુકશાની માટે જવાબદાર રહેશે નહીં. તેથી શેરબજારના રિસ્ક-જોખમને ઓળખીને રોકાણ કરવું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here