નવા કાયદા વિપક્ષના ચૂંટણી ઢંઢેરામાં હતા જ, અમારી સરકારે લાગુ કર્યા છેઃ પીએમ મોદીનુ સંબોધન

ઇન્દોર, તા.18 ડિસેમ્બર 2020, શુક્રવાર

પંજાબ અને હરિયાણાના ખેડૂતો દ્વારા કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાના થઈ રહેલા વિરોધ વચ્ચે આજે મધ્યપ્રદેશમાં યોજાયેલા ખેડૂત સંમેલનમાં પીએમ મોદીએ વિપક્ષો પર જોરદાર હુમલો કર્યો હતો.

પીએમ મોદીએ કહ્યુ હતુ કે, જે કામ 25 વર્ષ પહેલા થવુ જોઈતુ હતુ તે મારી સરકારે આજે કરવુ પડી રહ્યુ છે.ખેડૂતોની એ માંગણીઓને અમે પૂરી કરી છે જે વર્ષોથી રોકી રખાઈ હતી.ખેડૂતો માટે બનેલા કાયદા રાતો રાત નથી આવ્યા.છેલ્લા બે દાયકાથી રાજયો, કેન્દ્ર અને સંગઠનો તેના પર મંથન કરી રહ્યા હતા.

તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યુ હતુ કે, જે લોકો કૃષિમાં સુધારા કરવાની વકીલાત પોતાના ચૂંટણી ઢંઢેરામાં કરતા હતા તેમણે ક્યારેય આ સુધારા લાગુ કર્યા નથી.જો પાર્ટીઓના જુના ચૂંટણી ઢંઢેરાને જોવામાં આવે તો એ જ બાબતો નવા કૃષિ કાયદામાં લાગુ કરાઈ છે.વિપક્ષોને તકલીફ એ વાતની છે કે, આ સુધારા મોદીએ કેવી રીતે લાગુ કરી દીધા.

પીએમ મોદીએ કહ્યુ હતુ કે, મને તમે આના માટે ક્રેડિટ ના આપો.હું તમારા જુના ચૂંટણી ઢંઢેરાઓને ક્રેડિટ આપુ છું.હું ખેડૂતોનુ ભલુ ઈચ્છુ છુ અને તમે ખેડૂતોને ભ્રમિત કરવાના છોડી દો.આ કાયદા લાગુ થયે 6 મહિા થઈ ગયા છે પણ અચાનક જ વિપક્ષ ખેડૂતોના ખભે બંદુક મુકવા માટે જાગી ગયો છે.

તેમણે કહ્યુ હતુ કે, અમે ખેડૂતોને દોઢ ગણી એમએસપી આપી છે.કોંગ્રેસે તો ખેડૂતો સાથે દેવામાફીના નામે દગો કર્યો છે.મધ્યપ્રદેશમાં ચૂંટણી સમયે 10 દિવસમાં દેવુ માફ કરવાની જાહેરાત થઈ હતી.આ દેવુ માફ નથી થયુ.રાજસ્થાનમાં પણ આ જ સ્થિતિ છે.કૃષિ કાયદા ખેડૂતોના હકમાં છે અને વિપક્ષો તેના પર જુઠ્ઠાણા ફેલાવી રહ્યા છે.જો હજી પણ કોઈને તેના પર આશંકા હોય તો અમે હાથ પગ જોડીને તેના પર વાત કરવા માટે તૈયાર છે.મારી સરકાર માટે ખેડૂતોનુ હિત સર્વોચ્ચ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here