દેવી-દેવતાનાં નામ પરથી હશે વિરુષ્કાની દીકરીનું નામ? આ આધ્યાત્મિક ગુરૂ કરશે નામકરણ

મુંબઇ, તા. 12 જાન્યુઆરી 2020, મંગળવાર

અનુષ્કા શર્માએ 11 જાન્યુઆરીના રોજ પુત્રીને  જન્મ આપ્યો છે. વિરાટ કોહલીએ આ ખુશીના સમાચાર ટ્વિટર પર શેર કર્યા હતા. અનુષ્કા-વિરાટે તેના ઘરે દીકરીના જન્મની ખુશખબર આપ્યા બાદ વિરાટે પ્રાઈવસીનું ધ્યાન રાખતા એક વાત લખી હતી. તેનણે ખુદ પોતાની દીકરીની તસ્વીર શેર નહોતી કરી.

દીકરીના જન્મ બાદથી જ સોશ્યલ મીડિયા પર તેના નામને લઈને ધણી ચર્ચાઓ ચાલી રહી છે. હૉસ્પિટલના સૂત્રો અનુસાર તેનું નામ અન્વી રખાયું છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. પરંતુ અહેવાલ અનુસાર વિરુષ્કાની પુત્રીનું નામકરણ શર્મા ફેમિલીના આધ્યાત્મિક ગુરૂ અનંત નારાયણ કરશે. 

શર્મા અને કોહલી બંન્ને પરીવાર અનંત બાબાના નિર્ણયને હંમેશા માને છે, પછી ભલે એ લગ્નનો નિર્ણય હોય કે ઘર ખરીદવા વિશેનો નિર્ણય હોય. અનંત નારાયણ હરિદ્વારના અનંત ધામમાં રહે છે. જ્યાં શર્મા ફેમિલી વારંવાર આવતી રહે છે. તો બાબા અનંત નારાયણ વિરુષ્કાના લગ્નમાં ઈટલી પણ ગયા હતા. 

ઉલ્લેખનીય છે કે વિરાટે આ ખુશખબરી આપતાં ટ્વિટર પર શેર કરતા કહ્યું હતું કે, અમને બન્નેને એ જણાવતાં ખુશી થાય છે કે, 11મી તારીખે અમારે ત્યાં દીકરીનો જન્મ થયો છે. અમે તમારા પ્રેમ અને મંગલકામનાઓ માટે દિલથી આભારી છીએ. અનુષ્કા અને અમારી દીકરી બન્નેની તબિયત સારી છે. અમારું સૌભાગ્ય છે કે, જીવનની આ વાસ્તવિકતાનો અનુભવ અમે કરી શક્યા છીએ. અમે સમજીએ છીએ કે, હાલના સમયમાં અમને થોડી પ્રાઇવસીની જરૂર છે. 

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ 2013માં ડેટિંગની શરૂઆત કરી હતી. આ પછી બંન્ને વિરુષ્કા કહેવા લાગ્યા અને તેમના લગ્ન અંગે પણ અટકળો ચાલી રહી હતી. અનુષ્કા અને વિરાટે 11 ડિસેમ્બર 2017ના રોજ ઈટાલીના ફલોરેન્સમાં લગ્ન કર્યા. 20 ઓગસ્ટ 2020માં અનુષ્કા અને વિરાટે પ્રેગ્નેન્સીની ખબર આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here