દુબઈની રાજકુમારીનું બોડીગાર્ડ સાથે અફેરઃ મોં બંધ રાખવા રૂ. ૧૨ કરોડ આપ્યાં

દુબઈની રાજકુમારીનું બોડીગાર્ડ સાથે અફેરઃ મોં બંધ રાખવા રૂ. ૧૨ કરોડ આપ્યાં


લંડન, તા. ૨૧
જોર્ડનની રાજકુમારીના લગ્ન દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમ સાથે થયા હતા, પરંતુ મોહમ્મદ બિન રાશિદે ૨૦૧૯માં શરિયા કાયદા પ્રમાણે રાજકુમારીને છૂટાછેડા આપી દીધા હતા. એ રાજકુમારી હયાનું તેના બ્રિટિશ બોડીગાર્ડ સાથે અફેર ચાલતું હોવાનો ઘટસ્ફોટ થયો છે.
બ્રિટિશ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન આ ખુલાસો થયો હોવાનો દાવો મીડિયા અહેવાલમાં કરાયો હતો. રાજકુમારીએ અફેરની વાત ગુપ્ત રાખવા માટે બોડીગાર્ડને ૧૨ કરોડ રૃપિયા આપ્યા હતા. એટલું જ નહીં, બોડીગાર્ડને વારે-તહેવારે મોંઘી ગિફ્ટ્સ પણ આપી હતી, જેમાં લક્ઝુરીયસ વોચનો પણ સમાવેશ થાય છે.
બ્રિટિશ અખબારોના દાવા પ્રમાણે પ્રિન્સ હયાનું તેના બોડીગાર્ડ સાથે ઘણાં વખતથી અફેર ચાલતું હતું. એ અફેરની જાણ શેખ મોહમ્મદને ન થાય તે માટે શેખ મોહમ્મદની પત્ની પ્રિન્સ હયાએ બોડીગાર્ડને મોંઘી ગિફ્ટ અને રોકડ રકમ આપી હતી. રીપોર્ટ્સ પ્રમાણે બોડીગાર્ડ પરણિત હતો. પ્રિન્સ સાથે અફેરની વાતોથી તેની પત્નીએ તેને છૂટાછેડા આપી દીધા હતા. એ પછી તેની પત્નીએ પણ અગાઉ બોડીગાર્ડનું અફેર રાજકુમારી સાથે ચાલતું હોવાનો દાવો કર્યો હતો.
વાત એમ હતી કે જોર્ડનની રાજકુમારીએ ૨૦૧૮માંદુબઈ છોડી દીધું હતું. ત્યાંથી તે ભાગીને જર્મની આવી હતી અને ત્યાંથી બ્રિટનમાં પહોંચી હતી. એ વખતે તેણે દાવો કર્યો હતો કે તેની ૧૨-૧૩ વર્ષની દીકરીના લગ્ન દુબઈના શેખ સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ સાથે કરાવવા માગતા હતા. દીકરીને બચાવવા માટે તે દુબઈ મૂકીને આવી ગઈ હતી.
જોકે, મીડિયા અહેવાલોમાં એવો દાવો થયો હતો કે રાજકુમારી તેના બોડીગાર્ડ સાથે ભાગી ગઈ છે. એ પછી રાજકુમારીએ બાળકોની કસ્ટડી મેળવવા બ્રિટનની કોર્ટમાં અરજી કરી હતી. એ કેસ ચાલતો હતો ત્યારે રાજકુમારીના ગાર્ડ સાથેના આડાસંબંધોનો ઘટસ્ફોટ થયો હતો.
ઉલ્લેખનીય છે કે રાજકુમારી હયા શેખ મોહમ્મદબિન રાશિદની છઠ્ઠી પત્ની હતી. ૪૬ વર્ષની રાજકુમારી હયા ૨૦૧૬થી બ્રિટનના ૩૭  વર્ષના બોડીગાર્ડ રસેલ ફ્લોવર સાથે સંબંધ બાંધતી હોવાનો ધડાકો થયો હતો. રાજકુમારીએ રસેલ સાથેના સંબંધોની માહિતી ગુપ્ત રાખવાના બદલામાં  ત્રણ અન્ય બોડીગાર્ડ્સને પણ સારી એવી રકમ ચૂકવી હતી. રાજકુમારી હયા બે બાળકોની મા છે. તેના બાળકોની કસ્ટડી મુદ્દે તે કેસ લડી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here