દુકાનો સીલ કરનાર કોર્પોરેશન સામે વેપારી આલમમાં ભારે રોષની લાગણી

દુકાનો સીલ કરનાર કોર્પોરેશન સામે વેપારી આલમમાં ભારે રોષની લાગણી

વડોદરા,તા.21.નવેમ્બર,શનિવાર,2020

કોરોનાના વધતા સંક્રમણના પગલે જાહેર થયેલા રાત્રી કરફ્યુ પહેલા આજે વડોદરા કોર્પોરેશન દ્વારા કોરોનાની ગાઈડ લાઈનનો અમલ નહીં કરવા બદલ નાની-મોટી ૩૭ દુકાનો સીલ કરવામાં આવતા વેપારી આલમમાં ભારે રોષની લાગણી ફાટી નીકળી છે.

વેપારીઓના સંગઠન વેપાર વિકાસ એસોસિએશનનુ કહેવુ છે કે, મોટા ભાગના વેપારીઓ માસ્ક પહેરીને જ દુકાનમાં ધંધો કરે છે અને જો ગ્રાહકો બેદરકારી દાખવે તો અમુક સમયે વેપારીઓ પણ લાચાર થઈ જતા હોય છે.જો વેપારીઓએ માસ્ક ના પહેર્યો હોય તો કોર્પોરેશન દંડ ફટકારે પણ દુકાન સીલ કરીને કોઈની રોજગારી છીનવી લેવાનો કોર્પોરેશનને કોઈ અધિકાર નથી.જો આવતીકાલે, રવિવારે પણ કોર્પોરેશન દુકાનો સીલ કરવાનુ ચાલુ રાખશે તો વેપારીઓ સોમવારે મ્યુનિસિપિલ કમિશનરને આવેદનપત્ર આપીને વિરોધ કરશે.સંગઠનના હોદ્દેદારો પરેશ પરીખ અને રમેશ પટેલના કહેવા પ્રમાણે ચૂંટણી સભાઓમાં હજારોની ભીડ ઉમટતી હતી અને પ્રચાર માટે રેલીઓ યોજાતી હતી ત્યારે સરકારને કોરોના નહોતો દેખાયો અને હવે જ્યારે સંક્રમણ વધ્યુ ત્યારે વેપારીઓ સોફ્ટ ટાર્ગેટ હોવાથી તેમના પર કોર્પોરેશન પોતાનો રુઆબ બતાવી રહ્યુ છે.મહિનાઓ સુધી ઘરે બેસનારા દુકાનદારોની દુકાનો સીલ કરીને કોર્પોરેશન વેપારીઓ સાથે અન્યાય કરી રહ્યુ છે.જેના ઘેરા પ્રત્યાઘાત પડશે તે સરકારે સમજી લેવાની જરુર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here