દિલ્હીને 2.74 લાખ કોરોના વેક્સિનના ડોઝ મળ્યા, અઠવાડિયામા 4 દિવસ થશે રસીકરણ: CM અરવિંદ કેજરીવાલ

નવી દિલ્હી, તા. 14 જાન્યુઆરી 2021, ગુરૂવાર

સમગ્ર દેશમા કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માટે રસીકરણના અભિયાનની તૈયારી કરવામા આવી રહી છે. દેશની રાજધાની દિલ્હીમા રસીકરણની યોજનાની તૈયારી થઇ ગઇ છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 14 જાન્યુઆરીએ જણાવ્યુ કે અત્યારે દિલ્હીના 81 સેન્ટર પર કોરોના વેક્સિન લગાવવામા આવશે. શરૂઆતમા દરેક સેન્ટર પર 100 લોકોને રસી લગાવવામા આવશે.  

આવનારા કેટલાક દિવસોમા 175 ફરી 1000 સેન્ટર પર કોરોના વેક્સિનેશનનો કાર્યક્રમ ચાલુ કરવામા આવશે. કેન્દ્રએ કોરોના વેક્સિનના 2,74,000 ડોઝ મળવાની વાત કરી છે. સાથે તેમણે કહ્યુ કે કોરોનાની રસી અઠવાડિયાના 4 દિવસ એટલે કે સોમવાર, મંગળવાર, ગુરૂવાર અને શનિવારે લગાવવામા આવશે. જેની શરૂઆત જાન્યુઆરીથી થશે.

હજુ સુધી અમને કેન્દ્ર પાસેથી વેક્સિનના 2,74,000 ડોઝ મળ્યા છે. પ્રત્યેક વ્યક્તિને બે ડોઝ આપવામા આવશે. તેમણે કહ્યુ કે, અમને 10% એક્સ્ટ્રા ડોઝ મળ્યા છે. એવામા 2,74,000 ડોઝ લગભગ 1,20,000 સ્વાસ્થ્ય કર્મચારીઓ માટે પર્યાપ્ત છે.

ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી કે, કોરોના રસીકરણ અભિયાનના પહેલા સ્ટેજમા ત્રણ કરોડ લોકો, સ્વાસ્થ્ય કર્મચારીઓ અને ફ્રન્ટ લાઇનના કર્મચારીઓના રસીકરણનો ખર્ચ કેન્દ્ર સરકાર ભોગવશે. સાથે જ તેમણે સ્પષ્ટ કર્યુ કે આ સ્ટેજમા જનપ્રતિનિધિઓનો સમાવેશ કરવામા નહીં આવે.

આવનારી 16 જાન્યુઆરીથી શરૂઆત થનાર દેશવ્યાપી અભિયાનના પહેલા વડાપ્રધાન મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મીટિંગ કરી અને કોવિડ-19 માટે રસીકરણના છેલ્લા ત્રણ-ચાર અઠવાડિયાથી લગભગ 50 દેશોમા ચાલી રહ્યા છે અને હજુ સુધી માત્ર દોઢ કરોડ લોકોને રસી લગાવવામા આવી છે. જ્યારે ભારતનો ઉદ્દેશ આવનારા કેટલાક મહિનામા 30 કરોડ લોકોને રસી લગાવવાનો છે. દેશમા ઉત્પાદિત કોરોનાની બે રસી દુનિયાના બીજી રસીના સ્થાને ઘણી સસ્તી છે અને તેને દેશની સ્થિતિ અને પરિસ્થિતિઓના અનુરૂપ બનાવવામા આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here