દિલ્હીથી માંડીને પંજાબ સુધી ખેડુતોએ કૃષિ કાયદાઓની કોપીઓ સળગાવીને લોહડીનો તહેવાર મનાવ્યો

નવી દિલ્હી, 13 જાન્યુઆરી 2021 બુધવાર

દિલ્હી બોર્ડર પર આંદોલન કરી રહેલા ખેડુતોએ લોહડીનાં તહેવારનાં પ્રસંગે ત્રણ કૃષિ કાયદાઓની કોપીઓ સળગાવીને પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો, સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ કરતા કેન્દ્ર સરકારની સાથે પ્રસ્તાવિત બેઠક દરમિયાન સંયુક્ત કિસાન મોર્ચાનાં પુર્વ ઘોષિત આંદોલનની રૂપરેખામાં કોઇ બદલાવ આવ્યો નથી, તે ઉપરાંત ખેડુત સંગઠનો આગામી 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલી માટે જનસમર્થન મેળવવાનાં પ્રયાસોમાં લાગી ગયા છે.

ઉત્તર ભારતમાં લોહડીનો તહેવાર ખુબ લોકપ્રિય છે, આ દિવસોમાં લાંકડા એકત્રિત કરીને સળગાવવામાં આવે છે, અને સુખ તથા સમૃદ્ધીની  કામના કરવામાં આવે છે, તહેવારના આ પ્રસંગે દિલ્હીની સિધું બોર્ડરથી માંડીને પંજાબનાં અમૃતસર, હોંશિયારપુર, સંગરૂર, કપુરથલા વગેરે શહેરોમાં ખેડુત સંગઠનોએ કેન્દ્ર સરકારનાં નવા કૃષિ કાયદાની કોપી સળગાવીને વિરોધ પ્રદર્શિત કર્યો. 

સંયુક્ત કિસાન મોરચાનાં નેતા બલબીર સિંહ રાજેવાલ, વગેરે નેતાઓએ સાંજે પાંચ વાગ્યે કૃષિ કાયદાઓની  કોપીઓ સળગાવીને લોહડી મનાવવામાં આવી, ખેડુતોએ સરકાર વિરોધી સુત્રોચ્ચાર કર્યો, દેશભક્તિનાં ગીતો ગાઇને લોહડીનો તહેવાર મનાવવામાં આવ્યો, તેમણે જણાવ્યું કે તમામ પ્રદર્શન સ્થળો પર કૃષિ કાયદાની કોપીઓ સળગાવવામાં આવી, મોરચો આંદોલનને વધુ વ્યાપક બનાવવાની રણનિતી માટે બેઠક યોજશે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here