દાહોદ જિલ્લામાં કોરોના પોઝિટિવના 9 કેસ ઉમેરાયા

દાહોદ જિલ્લામાં કોરોના પોઝિટિવના 9  કેસ ઉમેરાયા

દાહોદ તા.18 ઓક્ટાેબર 2020 રવીવાર

દાહોદમાં રવિવારે કોરોનાના વધુ  9  પોઝિટિવ દર્દીઓના સમાવેશ સાથે દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો 1727  ને પાર પહોંચી ગયો છે.

 આર.ટી.પી.સી.આર. ટેસ્ટના 126  પૈકી  6 અને રેપીટ ટેસ્ટના 741 પૈકી ૦૩ એમ કુલ મળી તા.18 ના રાેજ  9 કોરોના પાેઝિટિવ કેસો નોંધાયા છે. આ 9 પૈકી દાહોદમાંથી 2 અને ઝાલોદમાંથી 7 દર્દીનો સમાવેશ થાય છે.

આજે વધુ 11 દર્દીઓએ કોરોના સામે જંગ જીતતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.હવે એક્ટીવ કેસ 67  રહેવા પામ્યા છે ત્યારે બીજી તરફ અત્યાર સુધી કોરોનાથી 74  લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here