તહેવારો નિમિત્તે વેપારીઓએ રાખવો પડશે ખાસ ખ્યાલ, મ્યુનિ. ની નવી ગાઇડલાઇન

તહેવારો નિમિત્તે વેપારીઓએ રાખવો પડશે ખાસ ખ્યાલ, મ્યુનિ. ની નવી ગાઇડલાઇન

અમદાવાદ, તા. 18 ઓક્ટોબર 2020 રવિવાર 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તહેવાર નિમિત્તે જાહેર રસ્તા પર રહેલા લારી ગલ્લા, ફેરિયા માટે એસઓપી જાહેર કરી છે. હાટડી, મંડપ, લારીમાં ફુટપાથ, ખુલ્લી જગ્યામાં કે ડોમ બાંધીને કપડા વેચતા વેપારીઓ માટે ખાસ ગાઇડલાઇન બહાર પડાઇ છે. ડોમના પ્રવેશ દ્વારા પર સેનિટાઇઝર અને થર્મલ ગન રાખવાની રહેશે. હાથલારીમાં કપડા વેચતા ફેરિયાઓએ ગ્લોવ્ઝ પહેરવાના રહેશે. 

ફેરિયાઓ અને સ્ટાફે દર 15 દિવસે કોરોના ટેસ્ટ કરાવવાનો રહેશે. વિવિધ પ્રકારના કપડાને સાઇજ અનુસાર અલગ અલગ  પેકિંગમાં જ રાખવાના રહેશે. ગ્રાહકોની ભીડ વધે તો લાઇન બનાવી વેચાણ કરવાનું રહેશે. 

આ અંગે જણાવતા સોલિડ વેસ્ટ વિભાગના ડાયરેક્ટર હર્ષદ સોલંકીએ જણાવ્યું કે, તહેવાર નિમિતે લોકો ખરીદી માટે દુકાનો, લારીઓ, જાહેર પ્લોટમાં લાગેલા ડોમમાં કપડા સહિત અન્ય વેચાણ થાય છે. જ્યાં હવે નવી એસઓપી અનુસાર વેપારીઓ અને લારીમાં વેચાણ કરતા કે ડોમ બનાવી વેચાણ કરતા કપડા હવે ખુલ્લામાં વેચી નહી શકાય. પરંતુ કપડા પાર્સલ કરીને આપવાના રહેશે. 

ગ્રાહકો માલ સામાનને સ્પર્શી શકશે નહી. ગ્રાહક ટ્રાયલ પણ નહી કરી શકે. પેન્ટ, શર્ટ, ટી શર્ટ કે અન્ય કોઇ પણ પ્રકારના કપડા ખુલ્લા વેચાણ કરવા નહી. તમામ વેરાઇટીઝના કપડા સાઇઝ અને ડિઝાઇન અનુસાર અલગ અલગ અને વ્યવસ્થિત પ્રાંગણમાં વેચાણ કરવા. ગ્રાહક એક સાથે બે ભેગા થઇ શકશે નહી. લોકોમાં સોશિયલ ડિસ્ટન્સ ખુબ જ જરૂરી રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here