ડિસઇન્વેસ્ટમેન્ટનો લક્ષ્યાંક ખોરવાઈ જવાની સંભાવના

ડિસઇન્વેસ્ટમેન્ટનો લક્ષ્યાંક ખોરવાઈ જવાની સંભાવના

નવી દિલ્હી, તા. 06 ઓક્ટોબર 2020, મંગળવાર

વિવિધ પ્રતિકૂળતાના કારણે ચાલુ નાણાંકીય વર્ષમાં એલઆઈસીનો મેગા આઈપીઓ રજૂ નહી થઇ શકવાની સંભાવનાના પગલે ચાલુ વર્ષે સરકાર દ્વારા મુકાયેલ ડિસઇન્વેસ્ટમેન્ટનો લક્ષ્યાંક ખોરવાઈ જવાની સંભાવના છે.

સમગ્ર ગતિવિધીથી વાકેફ સૂત્રોના જણાવ્યા મુજબ સરકાર દ્વારા એલઆઈસીમાં ૧૦ ટકા હિસ્સો વેચવા કવાયત હાથ ધરાઈ છે. આ ઉપરાંત સરકારે આઈડીબીઆઈ બેંકમાં પણ હિસ્સો વેચવા કવાયત હાથ ધરી છે. આ બેઉ યુનિટમાં હિસ્સાનું વેચાણ કરી રૂ. ૯૦,૦૦૦ કરોડ ઉભા કરાશે.

જો કે, ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન એલઆઈસીનો આઈપીઓ રજૂ થવાની સંભાવના ઓછી છે. આ આઈપીઓ લાવતા પહેલા એલઆઈસી એક્ટમાં ઘરખમ ફેરફારો કરવા પડશે. આ સિવાયની અન્ય કાયદાકીય જોગવાઈના અમલ સહિત આઈપીઓની તૈયારીમાં ૬થી નવ માસનો સમય લાગી જશે. જે જોતા ચાલુ વર્ષે એલઆઈસીનો આઈપીઓ રજૂ થવાની શક્યતા જણાતી નથી.

અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે ૨૦૨૧ના નાણાંકીય વર્ષ માટે સરકાર દ્વારા ડિસઇન્વેસ્ટમેન્ટ થકી રૂ. ૨.૧ લાખ કરોડનું ભંડોળ ઉભું કરવાનો લક્ષ્યાંક મુકાયો છે. પરંતુ કોરોના મહામારી સહિતની અન્ય પ્રતિકૂળતાઓના પગલે ચાલુ નાણાં વર્ષમાં અત્યાર સુધી માત્ર રૂ. ૧૭,૧૩૧ કરોડ જ ઉભા થયો છે.

વિવિધ પ્રતિકૂળતાઓને લઇને અનિશ્ચિત માહોલના કારણે અનેક સરકારી એકમોમાં ડિસઇન્વેસ્ટમેન્ટ અંગેની કાર્યવાહી ખોરંભે પડતા અન્ય સાહસોમાં પણ હિસ્સાના વેચાણ અંગે અનિશ્ચિતતા ઉદ્ભવતા ચાલુ વર્ષે ડિસઇન્વેસ્ટમેન્ટનો લક્ષ્યાંક હાંસલ થવાની શક્યતા ખૂબ જ પાંખી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here