ટ્વિટર બિડેનને POTUS અને FLOTUSનો પાસવર્ડ આપશે

0
104
ટ્વિટર બિડેનને POTUS અને FLOTUSનો પાસવર્ડ આપશે


(પીટીઆઈ) લોસ એન્જલસ, તા. ૨૧
માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટરે એક મહત્વની જાહેરાત કરતા કહ્યું હતું કે ૨૦મી જાન્યુઆરીથી પ્રમુખને લગતા તમામ સત્તાવાર એકાઉન્ટ્સનો પાસવર્ડ જો બિડેનને આપી દેવાશે.
ટ્વિટરે એક નિવેદનમાં કહ્યું હતું કે ટ્રમ્પ સત્તાનું સુકાન જો ૨૦મી જાન્યુઆરી પહેલાં જો બિડેનને નહીં આપે તો પણ કંપની અમેરિકન પ્રમુખને લગતાં બધા જ એકાઉન્ટ્સ બિડેનને સોંપી દેવાશે.
કંપનીએ ઉમેર્યું હતું કે બિડેન-કમલાની હસ્તાંતર ટીમ સાથે ટ્વિટરના પ્રતિનિધિઓની ટૂંક સમયમાં મુલાકાત થશે. એ બેઠકમાં સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ સરકાર કેવી રીતે ચલાવશે તે અંગે વાતચીત થશે.
POTUS અને FLOUS અમેરિકન પ્રેસિડેન્ટ અને ફર્સ્ટ લેડીના સત્તાવાર એકાઉન્ટ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here