ટ્રમ્પ ભલે હાર ન સ્વીકારે, ટ્વિટર 20 જાન્યુઆરીએ બિડેનને સોંપી દે છે પ્રમુખનું સત્તાવાર એકાઉન્ટ

ટ્રમ્પ ભલે હાર ન સ્વીકારે, ટ્વિટર 20 જાન્યુઆરીએ બિડેનને સોંપી દે છે પ્રમુખનું સત્તાવાર એકાઉન્ટ

લોસ એન્જલસ, 22 નવેમ્બર 2020 રવિવાર

અમેરિકાનાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં વિજયી બનેલા જો બિડેનને 20 જાન્યુઆરીનાં દિવસે તેમના શપથગ્રહણ વખતે અમેરિકાનાં પ્રમુખનું સત્તાવાર ટ્વિટર ‘પોટસ’ એકાઉન્ટ સોંપી દે છે. ટ્વિટરે કહ્યું છે કે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણીમાં હાર ન માની હોવા છતાં તેઓ આ હસ્તાંતરણની પ્રક્રિયા પૂર્ણ કરશે.

પોટસ (પ્રેસિડેન્ટ ઓફ યુએસ અથવા પીઓટીયુએસ) એ અમેરિકન રાષ્ટ્રપતિનું સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ છે અને તે ડોનાલ્ડ ટ્રમ્પનાં એકાઉન્ટથી અલગ છે જેનાંથી તે ટ્વીટ કરે છે. બિડેન (78) શપથ ગ્રહણ કર્યા બાદ અમેરિકાના 46માં રાષ્ટ્રપ્રમુખ બની જશે.

ટ્વિટરે કહ્યું કે એકાઉન્ટને સોંપવાની પ્રક્રિયામાં નવા પ્રમુખ બનવા માટે ટ્રમ્પની ટીમ અને બિડેનની ટીમ વચ્ચે માહિતી વહેંચવાની જરૂર નથી. કંપનીએ કહ્યું કે, આ એકાઉન્ટ પરની તમામ હાલની ટ્વીટ્સ સંગ્રહિત કરવામાં આવશે અને શપથનાં દિવસે કોઈ ટ્વીટ વિના નવા એકાઉન્ટ તરીકે બિડેનને સોંપવામાં આવશે.

ટ્વિટરના પ્રવક્તા નિક પેસિલિયોએ એક ઈ-મેલમાં જણાવ્યું કે, ટ્વિટર 20 જાન્યુઆરી, 2021નાં રોજ વ્હાઇટ હાઉસના સંસ્થાકીય ટ્વિટર એકાઉન્ટ્સના સ્થાનાંતરણની સક્રિય રીતે તૈયારી કરી રહ્યું છે. આ જ પ્રકારે વ્હાઇટ હાઉસ, ઉપપ્રમુખ વગેરેનાં  ટ્વિટર એકાઉન્ટ્સ સાથે પણ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here