ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી તાજેતરમાં જ પિતા બન્યો છે.અનુષ્કા શર્માએ પુત્રીને જન્મ આપ્યા બાદ કોહલી ખુશખુશાલ છે.
આ દરમિયાન બોલીવૂડ સુપર સ્ટાર અમિતાભે એક રસપ્રદ યોગાનુયોગને સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.બીગ બીનુ કહેવુ છે કે, અત્યાર સુધીમાં ટીમ ઈન્ડીયાના 13 ક્રિકેટર એવા જે જેઓ બાળકીના પિતા બન્યા છે.આ રીતે જોવામાં આવે તો ક્રિકેટરોની પુત્રીની જ એક ટીમ બની શકે છે અને ધોનીની પુત્રી ઝીવા તેની કેપ્ટન બની શકે છે.
બીગ બીએ આ યોગાનુયોગ તરફ ધ્યાન દોર્યા બાદ સોશિયલ મીડિયા પર આ વાતની ચર્ચા છે.કારણકે ટીમ ઈન્ડિયામાં રમી રહેલા અથવા તો તાજેતરમાં રમી ચુકેલા ક્રિકેટરોને પુત્રી હોય તેવી યાદી લાંબી છે.આ યાદીમાં
સુરેશ રૈના
ગૌતમ ગંભીર
રોહિત શર્મા
મહોમ્મદ શામી
આર અશ્વિન
રહાણે
જાડેજા
પુજારા
સહા
હરભજન
નટરાજન
ઉમેશ યાદવ સહિતના 13 ક્રિકેટરોનો સમાવેશ થાય છે.હવે કોહલી પણ આ લિસ્ટમાં જોડાયો છે.
બીગ બીની આ પોસ્ટને લોકો વખાણી પણ રહ્યા છે.
T 3782 – An input from Ef laksh ~
“… and Dhoni also has daughter .. will she be Captain ? 🙏” pic.twitter.com/KubpvdOzjt
— Amitabh Bachchan (@SrBachchan) January 13, 2021