ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલી ભારતીય ટીમ બ્રિસબેનમાં ચોથી ટેસ્ટ રમે તે પહેલા તેના સંખ્યાબંધ ખેલાડીઓ ઈજાગ્રસ્ત થઈ ચુક્યા છે.
અત્યાર સુધીમાં ટીમ ઈન્ડિયાના 8 ક્રિકેટરો ઈજાગ્રસ્ત છે અને આ માટે ઓસી કોચ જસ્ટીન લેન્ગરે આઈપીએલ ટુર્નામેન્ટને જવાબદાર ઠેરવી છે.લેન્ગરે કહ્યુ હતુ કે, મને આઈપીએલ પસંદ છે પણ આ વખતે આઈપીએલ યોજવાનો જે સમયગાળો હતો તે બરાબર નહોતો.ખાસ કરીને ઓસ્ટ્રેલિયા સામેની લાંબી સિરિઝ પહેલા તો આઈપીએલનુ આયોજન નહોતુ થઓવુ જોઈતુ.બંને ટીમમાં ઈજાગ્રસ્ત ખેલાડીઓની યાદી લાંબી છે અને તેના માટે આઈપીએલની અસર જવાબદાર હોઈ શકે છે.મને ખાતરી છે કે, આ બાબતની સમીક્ષા કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ભારતના પ્લેયરો પૈકી મહોમ્મદ શામી, કે એલ રાહુલ અને ઉમેશ યાદવ સિરિઝમાંથી ઈજાના કારણે બહાર છે અને હવે તેમાં રવિન્દ્ર જાડેજા અને બુમરાહનુ નામ પણ જોડાઈ ગયુ છે.અશ્વિનનુ પણ ચોથી ટેસ્ટ રમવુ નિશ્ચિત નથી.જ્યારે હનુમા વિહારી પણ ચોથી ટેસ્ટ નહીં રમી શકે.રુષભ પંત પણ ઈજાગ્રસ્ત હોવાથી કિપિંગ ના કરે તેવી શક્યતા છે.
આ સંજોગોમાં ભારતે બીનઅનુભવી ખેલાડીઓને ચોથી અને નિર્ણાયક ટેસ્ટમાં રમાડવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.